દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે, 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્ર સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન, પીએમ મોદીએ કોરોના વાયરસ વિશે વિગતવાર ચર્ચા કરી અને લોકડાઉન દરમિયાન કેવી રીતે સમય પસાર કરવો તે લોકોને જણાવ્યું હતુ. દરમિયાન, પીએમએ યોગ અંગે ચર્ચા કરી અને તેનો વીડિયો મૂકવાનું કહ્યું. સોમવારે સવારે પીએમ મોદીએ ટ્વીટમાં કેટલાક વીડિયો અપલોડ કર્યા હતા, જેમાં જુદા જુદા યોગાસનને દેખાડ્યા છે.
During yesterday’s #MannKiBaat, someone asked me about my fitness routine during this time. Hence, thought of sharing these Yoga videos. I hope you also begin practising Yoga regularly. https://t.co/Ptzxb7R8dN
— Narendra Modi (@narendramodi) March 30, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે એક ટ્વિટમાં લખ્યું કે, ‘ગઈકાલની મન કી બાત દરમિયાન કોઈએ મારી ફિટનેસનાં રૂટિન વિશે પૂછ્યુ હતુ. આથી જ મેં આ યોગ વિડિયોને શેર કરવાનું વિચાર્યું, હું આશા રાખું છું કે તમે પણ યોગ રોજ કરશો.’

પીએમએ લખ્યું હતું કે તે ફિટનેસ એક્સપર્ટ નથી કે મેડિકલ એક્સપર્ટ નથી. પરંતુ યોગા કરવું એ ઘણા વર્ષોથી તેમના જીવનનો એક ભાગ છે, જેનો તેમને ફાયદો પણ થયો છે. હું આશા રાખું છું કે તમે પણ ફિટ રહેવાની ઘણી રીતો અપનાવી રહ્યા છો. પીએમએ આની સાથે આ વિડિઓઝને ઘણી ભાષાઓમાં અપલોડ કર્યો હતો. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપલોડ કરેલા વીડિયો એનિમેટેડ છે. આ વીડિયોમાં, પીએમ મોદીનો 3 ડી અવતાર યોગની જુદી જુદી મુદ્રા કરી રહ્યો છે.
READ ALSO
- પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આતંકી ઘૂસણખોરી માટે બનાવેલી 30 ફૂટ ઊંડે ટનલનો બીએસએફ જવાનોએ કર્યો પર્દાફાશ
- સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર
- ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ