GSTV
Home » News » મોદીએ સુરતને આપી મોટી ભેટ : કર્યું ભૂમિપૂજન, રૂપિયા 354 કરોડ ખર્ચાશે

મોદીએ સુરતને આપી મોટી ભેટ : કર્યું ભૂમિપૂજન, રૂપિયા 354 કરોડ ખર્ચાશે

પીએમ મોદી નરેન્દ્ર મોદી સુરતમાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટનુ ભૂમિ પૂજન કર્યુ છે. આ એરપોર્ટ ટર્મિનલનું બિલ્ડિંગ 354 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે. સુરત એરપોર્ટ 200 ટકાથી વધુનો પેસેન્જર ગ્રોથ ધરાવે છે. સુરતમાં ક્ષમતા છે અને આવનાર વર્ષોમાં સુરત એરપોર્ટ દેશના શ્રેષ્ઠ એરપોર્ટમાં સામલે થશે તેવી પણ આશા વ્યક્ત કરાઈ છે. ત્યારે વધુ એર ટ્રાફિકને જોતા 100 એકર જમીનની માંગણી કરવામાં આવી છે.

સુરતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ મહાપાલિકાના 1,050 કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાત મૂહુર્ત કર્યુ છે. સુરતમાં આંજણા અને બમરોલી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરણ, પૂણા અને અમરોલીમાં જંકશન ફ્લાય ઓવરનું નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવુય હતુ.પીએમ મોદીએ વરિયાવ બીમરાડ સહિતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે ખાતો નથી ખાવા દેતો નથી તે સાબિત કરી આપ્યું છે. સુરત સૌથી ફાસ્ટેસ્ટ સિટી દુનિયામાં છે ત્યારે આ એરપોર્ટથી વધુ પ્રગતિ થશે. વાયબ્રન્ટના કારણે રાજ્યનો વિકાસ થયો છે. આવનારા દિવસોમાં વિકાસને ધ્યાનમાં રાખીને જ્યાં માનવી ત્યાં સુવિધા એ સંકલ્પને વડાપ્રધાન ચરિતાર્થ કરી રહ્યાં છે.

મોદીએ કર્યા આ દાવાઓ

 • મારા જેટલું કામ કરતાં 25 વર્ષ લાગશે
 • જૂની સરકારોએ માંડ 25 લાખ મકાનો બનાવ્યા છે
 • ભાજપ સરકારે 1.30 કરોડ મકાનો બનાવ્યા
 • સુરતમાં સંબોધન દરમિયાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર
 • ઉડાન યોજના હેઠળ દેશમાં 40 એરપોર્ટ એક સાથે જોડાયા
 • પાસપોર્ટ માટે નિયમો હળવા કરાયા છે. પાસપોર્ટ માટે ધક્કા ખાવા નહીં પડે
 • કર્મયોગીનું શહેર છે સુરત, વિકાસ સાથે જોડાયેલા સુરતી ભાઈઓને અભિનંદન
 • લાખો યુવાનોને રોજગારીની તકો મળશે
 • અાગામી 4 વર્ષમાં 50 નવા એરપોર્ટનું વિસ્તૃતિકરણ કરાશે
 • નોટબંધી પર સવાલ ઉઠાવનારાઓ પર મોદીના પ્રહાર
 • નોટબંધીને કારણે ગુજરાતમાં ઘર સસ્તા થયા
 • નોટબંધી પહેલાં રિયલ એસ્ટેટમાં કાળુ નાણું હતું
 • આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલનું ભૂમિપૂજન કરાયું
 • આગામી સમય સુરતનો અને ભારતના આ શહેરનો છે.
 • કર્મયોગીનું શહેર છે સુરત

મોદીના કાર્યક્રમનો વિરોધ

બીજી તરફ સુરતના રામપુરા સ્થિત વિનસ હોસ્પિટલમાં મોદીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના રામપુરા બાગ પાસે વિનસ હોસ્પિટલના ઉદ્ધઘાટન પ્રસંગે મોદી હાજર રહેવાના છે. જો કે 5 થી 6 જેટલા કોંગ્રેસીઓની પોલીસ અટકાયત કરી હતી. મહત્વનું છે કે પીએમ મોદી 6 હજાર લોકો સાથે સંવાદ કરશે અને ત્યારબાદ મીઠા સત્યાગ્રહ સ્મારકનુ લોકાર્પણ કરશે.

Read Also

Related posts

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

Riyaz Parmar

પ્રિયંકા ચર્તુવેદીના રૂમ સુધી પહોંચી ગયા હતા કોંગ્રેસી નેતાઓ, જાણો અજાણી વાતો

Alpesh karena

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત ભાજપના એક નેતાના સેક્સ કૌભાંડનો થયો મોટો ખુલાસો

Alpesh karena