GSTV
Home » News » દેશની તમામ ગ્રામ પંચાયતોનાં સરપંચને વડાપ્રધાને લખ્યો પત્ર, આ મુદ્દે સહકાર આપવા અપીલ કરી

દેશની તમામ ગ્રામ પંચાયતોનાં સરપંચને વડાપ્રધાને લખ્યો પત્ર, આ મુદ્દે સહકાર આપવા અપીલ કરી

આમ તો ગુજરાત સહિત દેશભરનાં અમુક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. જો કે ઘણા વિસ્તારોમાં વરસાદની હાજરી નથી. તેથી વિધીવત રીતે ચોમાસુ બેસી ગયું તેમ ન કહી શકાય. જો કે વર્ષાઋતુનાં પ્રારંભ પહેલા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવર્ષની તમામ ગ્રામપંચાયતોનાં વડા એટલે કે સરપંચોને પત્ર લખ્યો છે.

ઋતુરાણી વર્ષાનાં આગમન પહેલા જ વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને તેનો સદઉપયોગ થાય તે હેતૂથી પીએમ મોદીએ ગ્રામ પંચાયત અને સંરપચોને અંગત રીતે પત્ર લખીને એક આદર સ્વરે વિંનતી કરી છે. પીએમ મોદીએ લખેલા આ પત્રમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી છે. જેથી ઉનાળાની સીઝનમાં પાણીનું સંકટ હળવું કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (સીગ્નેચર)હસ્તાક્ષર વાળો આ લેટર ખુદ જીલ્લા કલેક્ટર ગામડે-ગામડે જઇને સરપંચોને આપી રહ્યા છે.

પીએમ મોદીનાં મત વિસ્તાર એવી વારાણસી પાસે પૂર્વીય ઉત્તરપ્રદેશનાં 600થી વધુ ગામડાઓનાં સરપંચને વડાપ્રધાને લખેલો આ પત્ર મળ્યો છે. જે ગામડાઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પત્રમાં પીએમ મોદીે લખ્યું છે કે, વધારેમાં વધારે લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા પ્રેરિત કરો.

સરપંચોને લખેલા આ પત્રમાં પીએમ મોદીએ જણાંવ્યું છે કે, પ્રિય સરપંચ શ્રી, નમસ્કાર. હું આશા રાખું છું કે, તમે અને તમારી પંચાયતમાં રહેતા મારા બધા ભાઈ-બહેનોની તબિયત સારી હશે.

પીએમ મોદીએ લખેલા પત્રમાં સમાવિષ્ટ મુદ્દા

  • આપણે સૌભાગ્યશાળી છીએ કે ભગવાન આપણને વરસાદ સ્વરૂપે ખૂબ પાણી આપે છે. આપણે બધાએ મળીને તેનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ
  • તમને અપીલ છે કે, પાણીનો કેવી રીતે સંગ્રહ કેવી રીતે કરવો તે વિશે ગ્રામ સભાઓમાં ચર્ચા કરવી.
  • મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમે બધા પાણીના એક-એક ટીંપાનો સંગ્રહ કરી શકો છો.

અત્રે ઉલ્લેખનિય છે કે આજે નવી દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાં નીતિ આયોગની બેઠક મળી હતી. તેમજ આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જળ સંગ્રહનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી મોટા પાયે થતી પાણીનું સંકટ નિવારી શકાય.

READ ALSO

Related posts

આધાર વગર નહીં ખરીદી શકો સોનું-ચાંદી, સરકાર લાવી રહી છે નવો નિયમ

Pravin Makwana

હિન્દુત્વની રાજનીતિ : ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે એ પણ રાહુલ ગાંધી સાથે

Mayur

નિર્ભયા કેસના દોષિતોનું નવું ગતકડું : આરોપીના વકિલે કહ્યું ‘વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવ્યું છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!