GSTV
Business Trending ગુજરાત

કિસાન સૂર્યોદય યોજના/ ખેડૂતોએ હવે નહી કરવા પડે રાતના ઉજાગરા, દિવસે પણ મળશે વીજળી, 17.25 લાખ ખેડૂતોને થશે ફાયદો

કિસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી. પીએમ મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.

1055 ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ

  • કિસાન સૂર્યોદય યોજના
  • ગુજરાતના કુલ ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે
  • કુલ ૩,૫૦૦ કરોડનો ખર્ચ
  • ૬૬ કે.વી.ની ૩,૪૯૦ સર્કિટ કિમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઇન
  • ૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો
  • જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદથી યોજનાનો પ્રારંભ
  • શરૂઆતમાં ૩ જિલ્લાના ૧,૦૫૫ ગામના ખેડૂતોને મળશે લાભ

કિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.

Read Also

Related posts

સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો

Hardik Hingu

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી

Hardik Hingu
GSTV