GSTV
Home » News » દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ‘આયુષ્માન ભારત’ની PMએ કરી શરૂઆત

દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ‘આયુષ્માન ભારત’ની PMએ કરી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં સ્વાસ્થ સુરક્ષા આપનારી મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત યોજના લૉન્ચ કરી. આ યોજનાનો લાભ દેશના 10.74 કરોડ પરિવારને મળશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ યોજનાની આકરણી ભવિષ્યમાં માનવતાની બહુ મોટી સેવા તરીકે હશે તે નક્કી છે. આખા હિન્દુસ્તાનનું ધ્યાન રાંચીની ધરતી પર છે, દેશના 400થી વધુ જિલ્લામાં એક સાથે શરૂ થવા જઇ રહી છે.

પીએમે કહ્યું કે આઝાદીના 70 વર્ષમાં ઝારખંડમાં ત્રણ મેડિકલ કોલેજ અને 350 વિદ્યાર્થી હતા. પરંતુ ચાર વર્ષમાં આ રાજ્યમાં 8 મેડિકલ કોલેજ અને 1200 વિદ્યાર્થી. તમે આના પરથી અંદાજો લગાવી શકો છો કે કામ કેવી રીતે કરાય છે.

પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક લોકો તેને મોદી કેયર કહી રહ્યાં છે તો કેટલાંક લોકો ગરીબો માટે યોજના કહી રહ્યાં છે. પરંતુ હું તેને દરિદ્ર નારાયણની સેવા કહું છું. તેમણે કહ્યું કે આખું યુરોપિયન સંઘ, અમેરિકા, કેનડા અને મેક્સિકોની વસતીને જોડવામાં આવે તેના કરતાં વધુ ભારતને એક સાથે આ યોજનાનો લાભ મળવા જઇ રહ્યો છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારતના શુભારંભ પર બોલતા ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસે કહ્યું કે રજ્યની સવા ત્રણ કરોડની પ્રજા માટે ગર્વની વાત છે કે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાનો શુભારંભ બિરસા મુંડાની પાવન ધરતી ઝારખંડથી થઇ રહ્યો છે.

પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જણાવ્યુ કે જે લોકો ગરીબોના નામની માળા જપે છે, જે લોકો ગરીબી હટાવોના સુત્રોચ્ચાર કરે છે, તે લોકો સમજે છે કે ગરીબ કંઈને કંઈ માંગે છે અને આ જ તેમની સૌથી મોટી ગેરસમજ હતી. ગરીબ કરતા મોટા સ્વાભીમાની કોઈ નથી હોતા. મે પણ ગરીબોને જોયા છે.

પ્રધાનમાંત્રી મોદીએ કહ્યું કે દેશના ગરાબોને પણ એ સુવિધા મળવી જોઈએ જે દેશના ધનીકોને મળી રહી છે. તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના સાથે એક વિશેષ અવસર જોડાયેલો છે બાબા સાહેબ આંબેડકરની જયંતી પર 14 એપ્રીલે છત્તીસગઢના બસ્તરથી જ્યારે મે વેલનેસ સેન્ટરનું ઉદ્દગાટન કર્યું તો પં. દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ 25 સપ્ટેમ્બરના બે દિવસ પૂર્વે આ યોજનાનો શુભ આરંભ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે આજે રાષ્ટ્રકવિ દિનકરની પણ જન્મજયંતિ છે. આવામાં આ યોજના હું દરેક મહાન વિભૂતિયોને સમર્પિત છે.

 

Related posts

ખેડૂતોની દિવાળી ગઈ સુધરી, લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતોને 138 કરોડ ચૂકવાશે

Nilesh Jethva

મંદીની વચ્ચે મોદી સરકારનાં આ નિર્ણયથી IMF ખુશ, કહ્યુ-રોકાણ વધશે

Mansi Patel

સરકારમાં ગુજરાતી IPS અધિકારીઓનો દબદબો, મોદીએ વિશ્વાસુઓને બોલાવી લીધા દિલ્હી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!