GSTV
Home » News » પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, કહ્યું- કરતારપુરના કણ કણમાં ગુરુનાનકનો વાસ

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, કહ્યું- કરતારપુરના કણ કણમાં ગુરુનાનકનો વાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ડેરા બાબા નાનક પહોંચ્યા હતા. જ્યાં તેમણે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું.  પીએમ મોદીએ ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ સમયે ઈંટીગ્રેટેડ ચેકપોસ્ટ કરતારપુર કોરિડોરને ખુલ્લો મુક્યો. તેમણે કહ્યું કે આ અવસર બમણી ખુશી લઈને આવ્યો છે. કોરિટોર શરૂ થતાં સિખોની વર્ષો જૂની મુરાદ પૂરી થઈ છે. અને ભારત દેશને એક ઐતિહાસિક તક મળી છે.

કણ કણમાં ગુરુનાનકનો વાસ

પીએમ મોદીએ કહ્યું કે કરતારપુરના કણ કણમાં ગુરુનાનકનો વાસ છે. તેઓ ભારતની જ ધરોહર નહીં પણ પૂરી માનવતા માટે પ્રેરણા પૂંજ છે. કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનમાં પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ ઉપરાંત ગુરદાસપુરના સાંસદ સની દેઉલ, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી અને અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં પીએમ મોદીએ લંગરમાં બેસીને પ્રસાદ આરોગ્યો.

ઈમરાન ખાનનો આભાર માન્યો

પીએમ મોદીએ કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ઈમરાન ખાન ભારતની ભાવનાને સમજ્યા અને સન્માન આપ્યું અને તે અનુરૂપ કામ કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની એકતા, ભારતની રક્ષા અને સુરક્ષાને લઈ ગુરુનાનક દેવજીથી લઈ ગુરુ ગોવિંદજી સુધીના દરેક ગુરુસાહેબે બલિદાન આપ્યા છે. આ પરંપરા આઝાદીની લડાઈ અને આઝાદ ભારતની રક્ષામાં સિખ ભાઈઓએ પણ નિભાવી રાખી.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી, NCP-કોંગ્રેસની વચ્ચે ફસાઈ ગઈ શિવસેના

Mansi Patel

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!