GSTV
Home » News » રેલવે ફ્રીમાં કરી આપશે તમારો મોબાઇલ રિચાર્જ, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ

રેલવે ફ્રીમાં કરી આપશે તમારો મોબાઇલ રિચાર્જ, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ

જો તમે ટ્રેનથી યાત્રા કરતાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ટૂંક સમયમાં ભારતીય રેલવે તરફથી એક નવી સુવિધાની શરૂઆત કરવામાં આવશે. તેની અંતર્ગત રેલવે તમારા મોબાઇલ નંબરને ફ્રીમાં રિચાર્જ કરશે. જો કે તેના માટે એક શરત પણ છે.

રેલવે તે યાત્રીઓનો ફોન રિચાર્જ કરશે જે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરનારા મશીનોનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કરવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે સ્ટેશનો પર બોટલો નષ્ટ કરનારી 400 મશીનો લગાવવામાં આવશે. તેનો ઉપયોગ કરનાર યાત્રીઓને મશીનમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરવાનો રહેશે અને તે બાદ તેનો મોબાઇલ રિચાર્જ થઇ જશે.

જો કે રિચાર્જના ડિટેલની જાણકારી હજુ આપવામાં નથી આવી. આ સાથે જ રેલવેએ નિર્દેશ આપ્યા છે કે આ વર્ષે 2 ઓક્ટોબરથી તેના પરિસરમાં એકવાર ઉપયોગમાં લેવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ નહી થાય.

વીકે યાદે જણાવ્યું કે હાલ 128 સ્ટેશનો પર નષ્ટ કરનાર 160 મશીનો લગાવવામાં આવ્યો છે. અગાઉ રેલવે મંત્રાલયે તમામ વિક્રેતાઓ અને કર્મચારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે રિસાઇકલ બેગનો પ્રયોગ કરવાના નિર્દેશ આપ્યા હતાં.

જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિક બોટલનો વિકલ્પ શોધવાની અપીલ કરી હતી.

Read Also

Related posts

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!