GSTV
Home » News » સ્વતંત્રતા દિવસ નિમિતે સંસદને દુલ્હનની જેમ શણગારાઈ

સ્વતંત્રતા દિવસ નિમિતે સંસદને દુલ્હનની જેમ શણગારાઈ

સ્વતંત્રતા દિવસની 73મી વર્ષગાંઠ પહેલા સંસદ ભવનની શાનદાર સજાવટ સામે આવી છે. રાત્રીના અંધકારમાં સંસદની બિલ્ડિંગ પર વિશેષ લાઇટિંગ વ્યવસ્થા કરાઇ છે. પીએમ મોદીએ મંગળવારે તેનું ઉદ્ધઘાટન કર્યું. આ સમયે અન્ય પ્રધાનો તેમજ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી લાઇટિંગ વ્યવસ્થામાં 800થી વધુ એલઇડી લાગેલા છે. સંસદના બહારના ભાગમાં લગાવેલી આ રોશનીથી ઇમારતની ભવ્યતા પ્રદર્શિત થાય છે. લોકસભા સચિવાલયના અધિકારીઓ મુજબ નવી વ્યવસ્થા અંતર્ગત 875 એલઇડી  લાઇટનો ઉપયોગ કરાયો છે. આ બલ્બની ખૂબી એ છે કે અમુક ક્ષણોમાં તેનો રંગ બદલાઇ જાય છે. ઉપરાંત તેમાં વીજળી પણ ઓછી વપરાઇ છે. આ લાઇટિંગ વ્યવસ્થાના ઉદ્ધઘાટન સમયે સાંસદોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. નવી લાઇટિંગથી સંસદની સુંદરતામાં વધારો થયો છે. નોર્થ અને સાઉથ બ્લોકમાં પણ આવી જ રોશની 2017માં લગાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!