દેવદિવાળી પર્વની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર પર પહોંચી ચૂક્યા છે. તેમના પ્રવાસને લઈને વારાણસીમાં તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ગંગાના તમામ ઘાટોની સાફસફાઈથી લઈને રંગરોગાન સુધીના તમામ કામ પૂરા કરી દેવાયા છે. સુરક્ષાનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પીએમ મોદી દેવદિવાળીનો પહેલો દિવો પ્રગટાવશે. આ દરમિયાન વારાણસીના ઘાટ પર 15 લાખ દિવાઓ ઝગમગાશે.

બીજા કાર્યકાળમાં ત્રીજી વખત વારાસણીની મુલાકાત
જણાવી દઈએ કે પીએમ મોદી પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ત્રીજી વખત વારાણસી આવી રહ્યા છે. દેવદિવાળીના પર્વમાં ભાગ લેવા સાથે પીએમ મોદી 6 લેનના નેશનલ હાઈવે 19 નંબરનું ઉદ્ઘાટન કરશે. આ રસ્તો વારાણશીના પ્રયાગરાજ સાથે જોડશે. પીએમ મોદીનો મત વિસ્તાર પણ ગણાય છે. ગંગા નદી પર તૈનાત ક્રૂજથી તેઓ વિશ્વનાથ ધામ પણ જશે. 3 વાગ્યે ખજૂરીમાં જન સભાને પણ સંબોધિત કરશે.

PM Modi arrives at Varanasi, to dedicate to the nation six-lane widening project of Handia (Prayagraj)-Rajatalab (Varanasi) section of NH19
— ANI UP (@ANINewsUP) November 30, 2020
He'll also attend Dev Deepawali event, undertake site visit of Kashi Vishwanath Temple Corridor Project & visit Sarnath Archaeological Site pic.twitter.com/tgg0EPeVjz
મોદીના વારાણસી આગમન પહેલા ઘાટને સજાવવામાં આવ્યા
પીએમ મોદીના વારાણસી આગમન પહેલા ઘાટને સજાવવામાં આવ્યા છે. સાફસફાઈથી લઈને રંગરોગાન કરવામાં આવ્યું છે. ફૂલોની માળાઓથી ઘાટને સજાવવામાં આવ્યા છે. પીએમ મોદી અહીં દેવદિવાળીનો પહેલો દિવો પ્રગટાવશે. આ દરમિયાન કાશીના 84 ઘાટ પર લગભગ 15 લાખ દિવાઓ પ્રગટશે. પીએમ મોદીના પહોંચ્યા પહેલા ડીએમ કૌશલરાજ શર્માએ રાજઘાટ જઈને તૈયારીઓની સમિક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી પહેલો દિવો પ્રગટાવશે. તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત