GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતીય બંધારણમાં તમામ ખામીનો ઉકેલ : યુવાન અધિકારીઓ વિકાસમાં સહભાગી બને

રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ભારતીય બંધારણમાં તમામ બુરાઈનો તોડ હોવાનું જણાવીને સામાજિક ન્યાયના પ્રભાવ ક્ષેત્રને વધારવાની હાકલ કરી છે. તેમણે મોટી ઉંમરના અધિકારીઓને વિકાસમાં બાધક હોવાનું જણાવીને યુવાન અધિકારીઓને પછાત જિલ્લાઓમાં કામ માટે આગળ આવવાની હાકલ કરી છે. વડાપ્રધાન મોદીએ દરેક વખતે રાજકારણ ખેલવોના જમાનો પુરો થઈ ગયો હોવાનું જણાવીને સત્તા કે વિપક્ષમાં રહેતા લોકો માટે કામ કરતા રહેવાની જરૂરિયાત હોવાનું જણાવીને સંસદમાં હંગામો કરી રહેલા વિપક્ષને પણ એક રાજકીય મેસેજ આપવાની કોશિશ કરી છે.

સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે દરેક વખતે રાજકારણ ખેલવોનો જમાનો ગયો. હવે તો સત્તામાં રહો કે વિપક્ષમાં જનતા માટે કામ કરતા રહેવું પડશે. તેમણે ક્હ્યું છે કે હવે મોરચો કાઢવાથી જનતાનું સમર્થન મળતું નથી. સામાન્ય લોકો હવે વિચારે છે કે આપણા જીવનમાં પરિવર્તન કોણ લાવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ભારતના બંધારણને દુનિયામાં વિશિષ્ટ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારતીય બંધારણમાં સામાજિક ન્યાયને આપવામાં આવેલા સ્થાનને તેને વિશિષ્ટતા બક્ષી છે. ભારતનું બંધારણ બુરાઈઓનો તોડ આપનારું છે. તેમણે સામાજિક ન્યાયના પ્રભાવક્ષેત્રને વધારવાની જરૂર હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ દેશના 115 જેટલા પછાત જિલ્લાનો વિકાસ થવાથી દેશનો વિકાસ આપોઆપ શક્ય હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે દરેક રાજ્યમાં કેટલાક એવા જિલ્લા છે કે જે વિકાસના માપદંડો પર ખરા ઉતરે છે. આપણે પછાત જિલ્લાઓના વિકાસ માટે કામ કરવાની જરૂર છે.

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કામના લક્ષ્યાંક નક્કી કરવા બાબતે પણ વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે સરળતાથી પરિણામ આપનારાઓ પર ભાર મૂકીએ છીએ.. તો તેને કારણે સારું કરનારા ઝડપથી આગળ વધી જાય છે અને પાછળ રહી જાય છે.. તે વધુ પાછળ જ રહે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે વિકાસમાં મોટી ઉંમરના અધિકારીઓ બાધક છે. પછાત જિલ્લાઓમાં યુવાન અધિકારીઓની તેનાતી પર ભાર મૂકતા તેમણે કહ્યુ છે કે 115 જિલ્લાઓમાં એવા અધિકારીઓને લગાવવા જોઈએ કે જેમનામાં પરિવર્તનની અને કંઈક કરવાની લાગણી હોય. આના માટે યુવાન અધિકારીઓને પણ આગળ આવવાની વડાપ્રધાન મોદીએ હાકલ કરી છે.

વડાપ્રધાન મોદીએ એક સરખા સંસાધનોથી ભરપૂર જિલ્લાઓની સ્થિતિ અલગ-અલગ હોવા મામલે કહ્યુ હતુ કે કોશિશોમાં ઉણપને કારણે આમ થતું હોય છે. બેકવર્ડ અને ફોરવર્ડના વિચાર સંદર્ભે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આપણે બેકવર્ડ નહીં.. પરંતુ ફોરવર્ડની હોડ કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની સફળતા પર પણ વાત કરી છે. તેમણે ક્હ્યુ છે કે દેશભરમાં સ્વચ્છતાને લઈને પણ સ્પર્ધા પેદા થઈ છે અને એક આંદોલન ઉભું થયું છે.

Related posts

મોબાઈલ ધારકોને લાગી શકે છે મોટો ઝટકો, ઈન્ટરનેટ આ કારણે થશે 60થી 80 ટકા મોંઘું

Harshad Patel

રાશનકાર્ડને આધાર સાથે 30 સપ્ટેમ્બર સુધીમાં કરો લિંક, આ રીતે ઉઠાવો સરકારી યોજનાઓનો લાભ

Mansi Patel

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ પર કેટરીના કૈફે તોડ્યું મૌન, કહી આ હ્રદયસ્પર્શી વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!