GSTV
Home » News » હ્યૂસ્ટનના રસ્તાઓ પર ‘મોદી-મોદી’! લાગ્યા પોસ્ટરો, નિકળી 200 કારની રેલી

હ્યૂસ્ટનના રસ્તાઓ પર ‘મોદી-મોદી’! લાગ્યા પોસ્ટરો, નિકળી 200 કારની રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હ્યૂસ્ટનમાં સંબોધન પહેલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં 200 જેટલી કાર જોડાઈ હતી. પીએમ મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજાર લોકો હાજર રહેવાના છે. અને આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે.

 • હ્યૂસ્ટનમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા કાર રેલીનું આયોજન
 • રેલીમાં ૨૦૦ જેટલી કાર જાડાઈ
 • પીએમ મોદી હ્યૂસ્ટનમાં કરવાના છે સંબોધન
 • હ્યૂસ્ટનમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા કાર રેલીનું આયોજન, 200 જેટલી કાર જાડાઈ

અમેરિકા પ્રવાસે રવાના PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક સપ્તાહના અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા છે.  અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પીએમ મોદીના સન્માનમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. બંને નેતાઓ એક સાથે મંચ શેર કરવાના છે.

સમગ્ર વિશ્વની નજર આ કાર્યક્રમ પર મંડાયેલી છે. અમેરિકા રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હ્યુસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિ એક નવો મીલનો પત્થર સામેલ થશે. આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ તેમની સાથે ભારતીય-અમેરિકન સમુદાયના કાર્યક્રમમાં ભાગ લેશે.

અમેરિકાના પ્રવાસ દરમિયાન દુનિયાભરના નેતાઓને  મળવાનો મોકો મળશે. તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરવાની સાથે એનર્જી કંપનીઓના સીઇઓ સાથે પણ મુલાકાત કરવાના છે. ભારત અને અમેરિકાના સંબંધો પર પીએમ મોદીએ જણાવ્યું કે બંને રાષ્ટ્ર એક સાથે મળીને કામ કરીને વધુ શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, ટકાઉ અને સમૃદ્ધ વિશ્વ બનાવવામાં યોગદાન કરી શકે છે.

પીએમ મોદીનો યુએસ પ્રવાસ કાર્યક્રમ                

૨૨ સપ્ટેમ્બર                          

 • સાંજે ૭-૩૦ વાગ્યેઃ પીએમ મોદીના સન્માનમાં હાઉડી મોદી કાર્યક્રમ
 • પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે સંબોધન
 • ૫૦ હજારથી લોકો કાર્યક્રમમાં રહેશે ઉપિસ્થત

૨૩ સપ્ટેમ્બર                          

 • રાત્રે ૮-૧૫ વાગ્યેઃ યુએનજીએમાં Gલાઇમેટ એકશન સમિટમાં ભાગ લેશે
 • પીએમ મોદી હશે ત્રીજા વGતા
 • ૬૩ દેશોને અપાયું છે આમંત્રણ
 • રાત્રે ૯ વાગ્યેઃ યુએનની સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજની બેઠકમાં થશે સામેલ
 • રાત્રે ૨ વાગ્યેઃ યુએનમાં આતંકવાદ વિષય પરની મંત્રણામાં થશે સામેલ

૨૪ સપ્ટેમ્બર                          

 • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા
 • સંયુGત રાષ્ટ્રના મહાસચિવ સાથે બેઠક
 • ત્રીજા ઇિન્ડયા-પેસિફિક આઇલેન્ડ સમિટમાં થશે સામેલ
 • સવારે ૪ વાગ્યેઃ ગાંધીજી પરના કાર્યક્રમમાં વૈશ્વિક નેતાઓ થશે સામેલ
 • મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવવા માટે જાહેર કરશે વિશેષ પોસ્ટ ટિકિટ
 • સંયુGત રાષ્ટ્ર મુખ્યાલય અને ગાંધી શાંતિ ઉદ્યાનમાં ગાંધી સૌર ભાગનું ઉદ્ધઘાટન
 • ત્રીજા વાર્ષિક ગોલકીપર કાર્યક્રમમાં ગ્લોબલ ગોલકીપર પુરસ્કારથી કરાશે સન્માનિત

૨૫ સપ્ટેમ્બર                          

 • સાંજે ૬-૧૫ વાગ્યેઃ બ્લૂમબર્ગ વૈશ્વિક વેપાર મંચમાં પીએમ મોદી આપશે ભાષણ
 • રાત્રે ૧-૦૦ વાગ્યેઃ ફર્સ્ટ ઇિન્ડયન-કેરેબિયન સમિટમાં થશે સામેલ

૨૬ સપ્ટેમ્બર                          

 • જુદા જુદા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા

૨૭ સપ્ટેમ્બર                          

 • સાંજે ૭-૩૦ વાગ્યેઃ પીએમ મોદી યુએન મહાસભાને કરશે સંબોધિત

Read Also

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!