GSTV

મોદી, અમિત શાહ અને દોવાલની જાનને ખતરો, આ આતંકવાદી ગ્રૂપે આપી ધમકી

Last Updated on September 25, 2019 by Mayur

પાકિસ્તાનના કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદે પીએમ મોદી અને ડોભાલ પર હુમલા માટે આતંકવાદીઓનું ખાસ ગ્રુપ પણ તૈયાર કર્યું છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર જૈશ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો બદલો લેવા માટે બહુ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો એક મેજર પર આ સનસનીખેજ હુમલાની તૈયારીમાં જૈશની મદદ કરી રહ્યો હોવાની બાતમી મળી રહી છે.

એક વિદેશી ગુપ્તચર એજન્સીને જૈશના પાકિસ્તાની આતંકવાદી શમશેર વાણી અને તેમના આકા વચ્ચે થયેલી લેખિત વાતચીત જાણવા મળી. જે બાદ એ વિદેશી એજન્સીએ આ જાણકારી ભારતની ગુપ્તચર સંસ્થાઓને આપી. આ ઇનપુટના આધારે જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, જયપુર, ગાંધીનગર, કાનપુર અને લખનૌ સહિત દેશના કુલ 30 સંવેદનશીલ શહેરોની પોલીસને એલર્ટ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!