GSTV

આજે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે ,જાણો તેમનાં કાર્યક્રમ વિશે

વડાપ્રધાન નરેદ્ર મોદી આજે ફરી ગુજરાત આવવાના છે. આ મહિનામાં વડાપ્રધાનનો આ ત્રીજો પ્રવાસ છે. ચુંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહરે કરે તે પહેલા એટલે કે આચાર સંહિતા લાગુ પડે તો નવી જાહેરાત કરી શકશે નહિ.

માનવામાં આવી રહ્યું છે ચૂંટણી પહેલાનો તેમનો આ પ્રવાસ મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન અનેક યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

ભાવનગરના ઘોઘા બંદરેથી તેઓ રો-રો ફેરી સર્વિસના ઉદ્ઘાટન બાદ રો-રો ફેરી દ્વારા જ ભરૂચના દહેજ સુધી જશે. ત્યાંથી વડાપ્રધાન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે અને વડોદરામાં બે કલાકના રોકાણ દરમિયાન અનેક યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

જેમાં અનેક મહત્વની યોજનાઓ સામેલ છે. વડોદરાથી દિલ્લી જવા માટે તેઓ અંદાજે સાંજે 5 વાગ્યે રવાના થશે.

 

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!