GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મોદી સરકારે બદલી નાંખ્યો આ કાયદો, 40 કરોડ લોકોને થશે આ ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર સત્તામાં વાપસી બાદથી જ એક્શન મોડ પર નજરે આવી રહી છે. પરિણામે સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં જ ‘શ્રમિક કન્માન યોજના’ હેઠળ મજૂરોને 3000 પ્રતિ મહિના પેન્સનના બિલને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. તાજેતરમાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ફાયદો 40 કરોડથી વધુ  લોકોને મળશે.

હકીકતમાં નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે તાજેતરમાં જ ‘કોડ ઑફ ઓક્યૂપેશનલ સેફ્ટી’, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન બિલ 2019ને મંજૂરી આપી છે. આ બિલમાં કંપનીઓ પર કર્મચારીઓના હિતોનો ખ્યાલ રાખવાની જવાબદારી આપવામાં આવી છે. આ બિલ અનુસાર કામદારોને લઘુતમ મજૂરી પ્રતિદિવસના હિસાબે 178 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એટલે કે દેશના કોઇપણ રાજ્યમાં મજૂરોને 178 રૂપિયાથી ઓછુ દૈનિકવેતન ન આપી શકાય. જો કે સરકાર તરફથી તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઇ રાજ્ય 17 રૂપિયાથી વધુ દૈનિક વેતન આપે તો તેનું સ્વાગત છે. આ ઉપરાંત મજૂરોને દર મહિને એક નિશ્વિત તારીખે વેતન આપવામાં આવે.

આ બિલમાં જોગવાઇ છે કે નિશ્વિત ઉમર બાદ કંપનીઓ પોતાના કર્મચારીઓનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરાવશે. સાથે જ કંપનીમાં બાળકો માટે ક્રેચ, કેન્ટીન જેવી સુવિધા જરૂર હશે.

આ સાથે જ ઓફિસમાં મહિલાઓ માટે વર્કિંગ અવર સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ રહેશે. એટલે કે હવે નોકરી કરનારી મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરવું કે નહી તેનો નિર્ણય પોતે લેશે.

આ બિલમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે સાંજે 7 વાગ્યા પછી જો વર્કિંગ અવર નક્કી કરવામાં આવે તો સુરક્ષાની જવાબદારી કંપનીની હશે. આ ઉપરાંત ઓવરટાઇમ લેતાં પહેલાં કર્મચારીની સહમતિ જરૂરી છે.

ત્યાં આ બિલની મર્યાદામાં તે તમામ કંપનીઓ આવશે જેમાં 10 અથવા તેથી વધુ સ્ટાફ કામ કરે છે.

મોદી સરકારમાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારનો દાવો છે કે સદનમાં મંજૂરી બાદ આ બિલનો ફાયદો 40 કરોડથી વધુ કામદારોને મળશે.

સંતોષ ગંગવાર અનુસાર આ બિલ પાસ થવાની સાથે 13 શ્રમ કાયદાનું અસ્તિત્વ પૂરુ થઇ જશે એટલે કે ફક્ત એક જ કાયદો રહી જશે.

Read Also

Related posts

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!