GSTV

ટીમ મોદી તૈયાર, નવી સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન શું હશે?

Last Updated on May 31, 2019 by Alap Ramani

લોકસભાની ચૂંટણીની જીત પછી મોદી સરકારમાં 2.0 શપથગ્રહણ કર્યા છે. હવે બધાની નજર મોદી સરકારના કામકાજ અને તેમની યોજનાએ પર રહેશે. એવામાં સરકારે પહેલાં જ કમર કસી લીધી હતી. સરકારે શપથ લીધા પહેલાં જ કાર્યાલયમાં 100 દિવસમાં શું કામ કરશે તેનું પ્લાનિંગ કરી લીધું હતું.

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે 31 મે એટલે કે આજના દિવસે 2.0 લોકોની પહેલી કેબિનેટ બસશે, જેમાં પહેલાં 100 દિવસના એક્શન પ્લાન પર મહોર લાગશે. કેન્દ્ર સરકારમાં 75 હજાર નોકરીઓ જે ખાલી પડી છે તેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારે બધા મંત્રાલયો અને વિભાગોમાં જે જગ્યા ખાલી પડી છે અને જેની જરૂર છે તેને જોઈ એક રિપોર્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. પહેલા સો દિવસોમાં મોદી સરકાર નવી નેશનલ એજ્યુકેશન પોલિસીની જાહેરાત કરી શકે છે, જેમાં નવા ઉચ્ચ શિક્ષણની સંસ્થા ખોલવાની પણ ઘોષણા થઈ શકે છે અને એ ઉચ્ચ સંસ્થાઓમાં 5 લાખ પદની ભરતીની જાહેરાત થઈ શકે છે.

બુલેટ ટ્રેનના કામમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેને દૂર કરવાની કોશિશ કરશે. નવી સરકાર જુલાઈમાં પૂર્ણ બજેટ જાહેર કરી શકે છે, જેમાં વ્યક્તિગત આવકની છૂટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા વાર્ષિક થઈ શકે છે. પીએમ બનતાં પહેલાં ચૂંટણી વખતે વચન આપ્યું હતું કે ખેડૂતોને 6 હજાર વર્ષે આપવાની યોજનાનો વિસ્તાર કરવામાં આવશે, તો આ યોજનામાં નવા ખેડૂતોને સરકારની પ્રાથમિકતા અપાશે.

સીધા વિદેશી રોકાણ અને ઘરેલુ ખાનગી રોકાણને આકર્ષવા માટે સરકાર નીતિ ઘોષણા કરશે. ઈન્ડસ્ટ્રી ગ્રોથ, ક્રેડિક ગ્રોથ અને બેંન્કિંગ સેક્ટરમાં સ્થિરતા લાવવા જેવા મુદ્દા આ 100 દિવસોમાં સામેલ થઈ શકે છે. કહેવાય છે કે મોદી સરકાર 100 દિવસોમાં નિતીગત અને પ્રશાસનિક પગલાંનો સમાવેશ કરવામાં આવશે, જેમાં કારોબાર, ઉદ્યોગ, ગરીબી અને બેરોજગારી જેવા મુદ્દા પર અસર રહે.

Read Also

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!