વડાપ્રધાન મોદી કરી રહ્યાં છે આ તૈયારી, માલ્યા-મોદી જેવા 58 લોકોને નહીં છોડે

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતિન અને ચેતન સંદેસરા, લલિત મોદી અને યુરોપિયન ગ્વિડો હેશ્કે અને કાર્લો ગેરોસા 58 આર્થિક ભાગેડુંઓમાં સામેલ છે કે જે વિદેશમાં રહે છે અને તેમને દેશમાં પરત લાવવા માટે સરેન્ડરની માંગ, ઈન્ટરપોલથી રેડ કોર્નર નોટિસ અને લુક આઉટ નોટિસ જાહેર કરવાની વિનંતી કરવામાં આવી છે. આ 58માંથી સરકાર અને તપાસ કરતી એજન્સી જેવી કે ઈડી, સીબીઆઈ, અને ડીઆરઆઈને હાલમાં યુએઈ, બ્રિટન, બેલ્જિયમ, મિસ્ર, અમેરિકા અને એન્ટીગુઆને સરેન્ડર સંબંધીત વિનંતી કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલય દ્વારા લોકસભામાં અપાયેલ વિગતવાર જવાબમાં બુધવારે કહેવામાં આવ્યું હતું કે, સરકારે વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાડના ગ્વિડો હેશ્કે અને કાર્લો ગેરોસાને ભારત પરત લાવવા માટે ઈટાલીને ઓક્ટોબરમાં ફરીવાર સરેન્ડર માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પહેલા સીબીઆઈએ નવેમ્બર 2017માં ગેરોસા માટે અને જાન્યુઆરી 2018માં હેશ્કેના સરેન્ડરની માંગ કરવામાં આવી છે. જે ઇટાલીના અધિકારીઓ દ્વારા પરત કરવામાં આવ્યો હતો.

તપાસકર્તાઓનું કહેવું છે કે હાશ્કે અને ગેરોસા વીવીઆઈપી ચોપર કૌભાડને લઈને તપાસની કડીઓને જોડવા માટે જરૂરી છે. તાજેતરમાં જ સાઉદીથી ક્રિશ્ચિયન મિશેલનું સરેન્ડર થયું છે. નીરવ મોદી વિશે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેની વિરુદ્ધ પહેલેથી રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે. બ્રિટનમાં ઓગસ્ટમાં બે અલગ-અલગ સરેન્ડર વિનંતીપત્ર મોકલવામાં આવી છે. આ સિવાય તેની ભાઈ નિશલ અને સહભાગી સુભાષ પરબને લઈને સરેન્ડરની માંગ કરાઈ છે. નિશલ માટે બેલ્જિયમ અને પરબ માટે ઈજિપ્તમાં સરેન્ડરની માંગ કરવામાં આવી છે.

એન્ટીગુઆમાં રહેલા મેહુલ ચોક્સી વિરુદ્ધ સરેન્ડરની માંગ કરાઈ છે અને તાજેતરમાં જ ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. જેથી તે આંતરરાષ્ટ્રીય ભાગેડું બની ગયો છે. ગુજરાતનો વ્યવસાયી આશીષ જોબનપુત્ર અને તેની પત્ની પ્રીતિના પ્રત્યાર્પણની માંગ અમેરિકાથી કરવામાં આવી છે. આઈપીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદી વિશે સરકારે કહ્યું હતું કે સિંગાપોર, હોંગકોંગ, યુએઈ અને મોરિશિયસ પાસેથી તેમના સિંગાપોરની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્યસ્થી દિપક તલવાર (જે યુએઈમાં રહેતા હોવાની શક્યતા છે) અને સંજય ભંડારી (લંડનમાં)ની શોધ ચાલુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter