GSTV
Home » News » Video : વિરુષ્કા બાદ પીએમ મોદીએ નિક-પ્રિયંકાને પણ પકડાવી એ જ ભેટ, તમે જ જોઇ લો

Video : વિરુષ્કા બાદ પીએમ મોદીએ નિક-પ્રિયંકાને પણ પકડાવી એ જ ભેટ, તમે જ જોઇ લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2017માં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના રિસેપ્શનમાં સામેલ થયા હતા. તે દરમિયાન પીએમ મોદીએ વિરુષ્કાને ભેટમાં એક-એક ગુલાબનું ફૂલ આપ્યું હતું.

તેમણે આવી જ ભેટ દિલ્હીની તાજ હોટેલમાં આયોજિત પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને પણ આપી. પીએમ મોદી અત્યાર સુધી વિરુષ્કા અને નિકયંકાના દિલ્હી રિસેપ્શનમાં સામેલ થયાં છે જ્યાં તેમણે ભેટ સ્વરૂપે લાલ ગુલાબ આપ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રિસેપ્શનમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભામના પાઠવી હતી. જે દરમ્યાન પીએમ મોદી હસી-મજાકના મૂડમાં પણ જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પ્રિયંકા ચોપરા અને જોનાસના પરિવાર સાથે તસવીર માટે પોઝ આપતા નજરે પડ્યા હતા.

પ્રિયંકા અને નિકના લગ્ન બાદ દિલ્હીની તાજ પેલેસ હોટલમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. જેમા અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાએ સિલ્વર રંગનો લહેંગો પસંદ કર્યો હતો. તેની સાથે તેણે જ્વેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ અને કડાં પહેર્યા હતા.

વાળમાં તેણે ટ્રેડિશનલ ગજરાની જગ્યાએ સફેદ ગુલાબથી બનાવેલો ગજરો લગાવ્યો હતો. આ ઓકેશન માટે નિક જોનસે બ્લેક પેન્ટ અને વેલવેટ લુકનું જેકેટ પસંદ કર્યું હતું. તેની સાથે તેણે સેમ ફેબ્રિકના શુઝ પહેર્યા હતા. વ્હાઇટ શર્ટની સાથે તેણે બ્લેક બો ટાઇ પહેરી હતી જે શાર્પ લુક આપી રહી હતી.

પ્રિયંકાની સાસુ ડેનિયલ જોનસ અને એક્ટ્રેસની થનાર જેઠાણી સોફી ટર્નરે મેચિંગ શેડની શિમરી લેંગો પહેર્યો હતો. બંને આ લુકમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. પ્રિયંકાના માતા મધુ ચોપડાએ રિસેપ્શન પાર્ટી માટે યલો સિલ્ક સાડી પસંદ કરી હતી. તેમણે બોટ નેક બ્લાઉઝની સાથે મેચ કર્યો હતો. જ્યારે પ્રિયંકાનો ભાઇ આ દરમ્યાન સફેદ કુર્તા પાયજામા અને નહેરૂ જેકેટમાં દેખાયો હતો.

Read Also

Related posts

શું શાહરૂખ ખાન પાસે એક પણ ફિલ્મ નથી, બેરોજગાર છે કિંગ ખાન?

Dharika Jansari

છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

Mayur

સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી કમલનાથે બેસાડ્યો દાખલો, શિવરાજે માર્યો ગજબ ટોણો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!