GSTV
Home » News » વડાપ્રધાન મોદીની અાવકમાં દર મહિને થતો 1.56 લાખ રૂપિયાનો વધારો

વડાપ્રધાન મોદીની અાવકમાં દર મહિને થતો 1.56 લાખ રૂપિયાનો વધારો

વડા પ્રધાન મોદીનો ગઈકાલે જન્મદિવસ ગયો. અા દિવસે વડાપ્રધાન કાર્યાલય તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે હાલમાં પીએમ મોદી પાસે 50,000 રૂપિયા જ રોકડ છે. ગત વર્ષે પીએમ પાસે દોઢ લાખની રોકડ રકમ હતી. જે હવે ઘટી ગઈ છે. મોદી પાસે અેક પણ કાર નથી. જેઅોઅે પ્રધાનમંત્રી બન્યા બાદ સોનાની અેક પણ ચીજવસ્તુ ન ખરીદતાં હાલમાં તેમની પાસે માત્ર સોનાની 4 અંગૂઠી છે. જોકે વડાપ્રધાનની કુલ સંપત્તિ 2.28 કરોડ રૂપિયા છે.જેમાં 1.28 કરોડની સ્થાવર જંગમ પ્રોપર્ટી ગાંધીનગરમાં છે. 2002માં પીએમ દ્વારા ગાંધીનગરમાં 3531 સ્કેવરફૂટનો પ્લોટ એક લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમની સંપત્તિમાં 75 લાખ રૂપિયાનો વધારો થયો છે.

હવે અાપણે જાણીશું મોદી પાસે વર્ષ 2014માં કેટલી હતી સંપત્તિ

  • વર્ષ 2014માં મોદી પાસે કુલ સંપતિ 1કરોડ 51 લાખ 57 હજાર અને 582 રૂપિયા હતી. જે વર્ષ 2018માં વધીને 2.28 કરોડ રૂપિયાઅે પહોંચી છે.
  • વર્ષ 2014માં મોદી પાસે રોકડા 29 હજાર રૂપિયા હતા. જેમાં વર્ષ 2018માં મોદી પાસે રોકડા રૂપિયા 50 હજાર છે.
  • વર્ષ 2014માં મોદી પાસે પોસ્ટલ સેવિંગ્સમાં 4,31,031 રૂપિયા સામે હાલમાં અેસબીઅાઈ બેંકમાં મોદી પાસે 11,29,690 રૂપિયા જમાં છે.
  • વર્ષ 2014માં મોદી પાસે ફિક્સ ડિપોઝિટના નામે 44,23,383 રૂપિયા હતા. હાલમાં પ્રધાનમંત્રી પાસે 1,07,96,288 રૂપિયા ડિપોઝિટમાં છે.
  • વર્ષ 2014માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં મોદીની 20 હજાર રૂપિયા ડિપોઝિટ હતી. અાજે અે ડિપોઝિટ અેમ જ છે.
  • વર્ષ 2014માં મોદી પાસે સોનાના દાગીના 1.35 લાખ રૂપિયાના હતા. હાલમાં અા ભાવ 1.38 લાખ રૂપિયા છે. મોદીઅે પ્રધાનમંત્રી બન્યા બાદ સોનાની ખરીદી કરી નથી.
  • વર્ષ 2014માં મોદી પાસે વ્યાજના રૂપ્ 1,15,468 રૂપિયા રિફંડ હતું. અાજે મોગીના અેલઅાઈસીના અેકાઉન્ટમાં 1,59,281 રૂપિયા પડ્યાં છે.
  • પ્રધાનમંત્રીના નામે અાજે પણ અેક પણ કાર નથી.

 

અા છે મોદીની મિલકતના ડોક્યુમેન્ટ જે પીઅેમઅોઅે મોદીના જન્મદિવસે બહાર પાડ્યાં છે.

Related posts

આખરે મહારાષ્ટ્રનો કોકડું ઉકેલાયું : 17મીએ શિવસેના કરશે સરકાર રચવાની જાહેરાત, 14-14-12ની ફોર્મ્યુલા થઈ ફાયનલ

Mayur

બીમાર પિતા લગ્નમાં હાજર રહી શકે એ માટે દંપતિએ કર્યું કઈંક એવું કે, આંખો ભીની થઈ જશે તમારી

NIsha Patel

15 નવેમ્બરનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે જુઓ?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!