GSTV
Home » News » બોલિવુડનાં પ્રખ્યાત ફિલ્મકાર જાવેદ અખ્તરનું મોટું નિવેદન, PM નરેદ્ર મોદીને ગણાવ્યા ફાસીવાદી

બોલિવુડનાં પ્રખ્યાત ફિલ્મકાર જાવેદ અખ્તરનું મોટું નિવેદન, PM નરેદ્ર મોદીને ગણાવ્યા ફાસીવાદી

બોલિવુડનાં પ્રખ્યાત લેખક અને સ્ક્રિનરાઈટર જાવેદ અખ્તર મોદી સરકારની આલોચના કરતા રહ્યા છે તેમણે પોતે આપેલા હાલમાં ઈન્ટરવ્યુંમાં પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર આ ઈન્ટરવ્યુંમાં જાવેદ અખ્તર અને પ્રખ્યાત ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે નજરે આવી રહ્યા છે. આ ઈન્ટરવ્યુંમાં તેમણે પીએમ મોદીને ફાસીવાદી ગણાવ્યા છે.

જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાસીવાદી છે? ત્યારે આ બાબત પર તેમણે જણાવ્યું કે આ તેઓ છે. મારો મતલબ એવો છે કે ફાસીવાદી લોકોનાં માથા પર શિંગડા હોતા નથી. ફાસીવાદ એક વિચારધારા છે. એક એવો વિચાર કે જેમાં લોકો પોતાને અન્ય કોઈ સમુદાય કરતા શ્રેષ્ઠ માને છે. અને પોતાની તમામ મુશ્કેલીઓની જડ અન્ય સમુદાયનાં લોકોને માને છે. જ્યારે તમે એક ખાસ સમુદાયનાં લોકોથી નફરત કરવા લાગો છો તો તમે ફાસીવાદી થઈ જાઓ છો.

આ બાબત પર વાત કરતા મહેશ ભટ્ટે જણાવ્યું કે મને લાગે છે કે ઈસ્લામોફોબિયા 9/11નાં હુમલા પછી ઝડપથી દુનિયામાં વધ્યો છે, અને તેની સાથે સાથે તેમણે એપણ જણાવ્યું કે મને લાગે છે તે આ ફોબિયાનું ક્યાંક તો નિર્માણ કરવામાં આવ્યું છે. કારણકે એવું તો નથી કે દેશમાં કોઈ સામાન્ય માણસ મુસ્લિમોથી આટલું બધુ ડરે છે. અમે પણ લાંબા સમથી તેમની સાથે વસવાટ કરીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે મારા કહેવાનો મતલબ એ છે કે આ ડરને એવી રીતે ક્રાફ્ટ કરવામાં આવી રહ્યો છે કે લોકોમાં મુસલમાનો પ્રત્યે ડર બેસી જાય, અને સાથે સાથે દરરોજ મીડિયાની કંઈક ખાસ ચેનલો દ્વારા આ ડર ફેલાવામાં આવી રહ્યો છે, અને મુસલમાનોથી નફરત કરવી એ બીજેપીની લાઈફલાઈન રહી છે.

READ ALSO

Related posts

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!