GSTV

પીએમ મોદી ગો બેકના આ રાજયમાં લાગ્યા નારા : કાળા વાવટા બતાવાયા, આ છે કારણ

પીએમ મોદી આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોના બે દિવસના  પ્રવાસે છે ત્યારે નાગરિકતા સંશોધન બિલમાં થયેલા સુધારાના પગલે તેમને આ પ્રવાસ દરમિયાન વિરોધનો  સામનો કરવાનો વારો આવ્યો છે. ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન દ્વારા પીએમ મોદીને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા.પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલમાં થયેલા ફેરફારનો વ્યાપક પણે વિરોધ થઈ રહ્યો છે.

પીએમ મોદી આજે આસામમાં છે

પીએમ મોદી ગઈકાલે રાતે એરપોર્ટથી રાજ્યપાલ ભવન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના કાફલાને કાળા ઝંડા બતાવાયા હતા અને પીએમ મોદી ગો બેકના નારા લાગ્યા હતા. પીએમ મોદી આજે આસામમાં છે ત્યારે નાગરિકતા બિલમાં થયેલા સુધારાના વિરોધની આગેવાની કરી રહેલી કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ દ્વારા પીએમ મોદીના વિરોધમાં આજે આસામમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં એક સાથે બે અરપોર્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો છે.  જે  બાદ પીએમ  મોદીએ  ઈટાનગરમાં જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભારતમાં પહેલીવાર કોઈ રાજ્યમાં એક એરપોર્ટનું કામ પૂર્ણ થયુ અને બીજા એરપોર્ટનું કામ શરૂ થયું છે. પહેલાની સરકારે હમેશા પૂર્વોત્તરના રાજ્યો  સાથે અન્યાય કર્યો છે. જ્યારે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં એક હજાર ગામડાઓને સડક માર્ગ સાથે જોડ્યા છે. કેન્દ્ર સરકારે અરૂણાચલના વિકાસ માટે 44 હજાર કરોડનું ફંડ આપ્યુ છે. જે ગત સરકાર કરતા બે ગણું વધારે છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, અમારી સરકારે અરૂણાચલ પ્રદેશના છેવાડાના ગામડા સુધી વીજળી પહોંચાડી છે. સૌભાગ્ય યોજનાથી દેશના 2.5 કરોડ પરિવારના ઘરમાંથી અંધારૂ દૂર થયુ છે.  અમારી સરકાર ગરીબ અને ખેડૂતોના વિકાસ માટે હમેશા પ્રતિબંદ્ધ રહી છે.

Related posts

ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે દેશની સૈન્ય તાકત અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક

pratik shah

ઉત્તર ભારત ઠંડુગાર: હજુ વધશે ઠંડીનું જોર,મનાલીમાં માઇનસ 3.3 અને માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી

Bansari

મોદીએ કર્યુ ક્લાઇમેટ ચેન્જ સમિટનું સંબોધન :કહ્યું, અમારા લક્ષ્યો ફક્ત ભારત સુધી મર્યાદિત નથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!