GSTV
Home » News » ગુજરાતની ચૂંટણી જીતવા મોદીની 34 સભા : ઝંઝાવાતી પ્રચાર

ગુજરાતની ચૂંટણી જીતવા મોદીની 34 સભા : ઝંઝાવાતી પ્રચાર

ચૂંટણી પ્રચારમાં બંને પાર્ટીના મુખ્ય સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ લગભગ આખા રાજ્યમાં પ્રવાસ કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો રાજ્યભરમાં કુલ 34 જેટલી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક પ્રવાસ થઈ ગયા છે અને હજી કેટલીક સભાઓ બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી સંભાળ્યા બાદ ગુજરાતમાં વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે. આ ચૂંટણી જીતવી ભાજપ માટે આબરુનો સવાલ તો છે જ, પરંતુ મોદી દિલ્હી ગયા બાદ જાણે ભાજપને તો આ ચૂંટણી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. 27 નવેમ્બરથી મોદીએ વિધિવત ભાજપ માટે પ્રચારની શરૂઆત કરી છે. એક જ દિવસમાં ભુજ, જસદણ, ધારી અને કામરેજમાં સભાઓ ગજવી હતી. આ ચાર સભાની જો વાત કરીએ તો મુસ્લિમ અને પાટીદાર મતદારો વધારે છે. ભાજપ સામે તેની ભારોભાર નારાજગી છે અને તેના માટે જ સભા માટે આ સ્થળ પર પસંદગી ઉતારવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરે મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવસારીમાં સભા યોજી હતી. આ બેઠકમાં સીરામીક વેપારીઓ,પાટીદારો અને આદિવાસી મતદારો વધારે છે. જીએસટી અને નોટબંધીનાં કારણે થયેલી નૂકશાની ટાળવા આ સભાઓ યોજાઇ હતી.

3 ડિસેમ્બરે ભરૂચ,સુરેન્દ્રનગર અને રાજકોટમાં સભા યોજવામાં આવી આ ત્રણ જિલ્લા પણ એવા છે જેમાં ભાજપને આ ચૂંટણીમાં નુકશાન સહન કરવું પડી શકે છે ભરૂચમાં મુસ્લિમ મતદારો વધારે છે તો સૌરાષ્ટ્રમાં પાટીદાર ઇફેક્ટ અને કોંગ્રેસનું જોર વધારે છે તો ભરવાડ અને દરબાર સમાજના ઝઘડાના કારણે અને જીતુ વાઘાણી સાથે થયેલા મનદુઃખના કારણે ક્ષત્રિય સમાજ પણ ભાજપથી નારાજ છે.

4 ડિસેમ્બરે ધરમપુર,ભાવનગર,જૂનાગઢ અને જામનગર માં સભાઓ થઈ હતી એના પછી 6 તારીખે ધંધુકા, દાહોદ અને નેત્રંગમાં સભા થઈ જેમાં દાહોદ અને નેત્રંગ આદિવાસી બેલ્ટ છે જે કોંગ્રેસની વોટબેંક છે. તો પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા સુરતમાં 7 તારીખે સભા યોજવામાં આવી હતી. મોદીએ ગુજરાતનું સુકાન સાંભળ્યા બાદથી રાજ્યના મતદારો ભાજપને ઓછું અને મોદીને વધારે લક્ષમાં રાખી મત આપતા હતા. ત્યારે આ ચૂંટણીમાં મોદી ગુજરાતમાં નથી જેનું નુકશાન ભાજપ ને વેઠવું પડી શકે એ વાત ચોક્કસ છે.

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!