GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અહીં વાંચો : ગુજરાત ચુંટણી પેહલા શું થઇ રહ્યા છે ફેરફાર, શું છે ચર્ચામાં

ગુજરાત ચુંટણી પહેલા બહુ જ ફેરફાર જોવા મળી રહ્યા છે, ચુંટણીઓ જાહેર થાય તે અગાઉ વધુને વધુ બદલીઓ કરવા માટે જાણે અભ્યાન શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે.

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ટૂંક સમયમાં ગુજરાત આવી પહોંચશે અને ટૂંક સમયમાં ચુંટણીની જાહેરાત કરશે.

કેબીનેટ ફેરફાર :

સૌથી પહેલું મોટું ફેરબદલ, મોદી કેબિનેટમાં મહત્વના ફેરબદલ થયું હતું તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં ત્રીજી વખત ફેરફાર કર્યું હતું. વધુ વાંચો : મોદીના નવા કેબિનેટમાં 9 નવા પ્રધાનો સહીત 13 પ્રધાનોએ લીધા શપથ

વીવીપેટ માટે વધુ કર્મચારી :

૨૦૧૨ની ચૂંટણીમાં બે લાખ કર્મચારીની જરૂર પડી હતી તો આ વખતે વીવીપેટને કારણે એક લાખ કર્મચારીની વધુ જરૂરીયાત પડશે.

આઈપીએસ અધિકારીઓની બદલી :

ચૂંટણી પહેલા જ તાજેતરમાં 61 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ પૈકીના કેટલાક અધિકારીની બઢતી પણ કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે સુરત અને અમદાવાદ શહેરમાં બદલીઓ કરવામાં આવી છે. વધુ વાંચો : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફાર, જુઓ બદલી અને બઢતીની યાદી

કલેકટર કક્ષાના ૧૮ જેટલા અધિકારીઓની બદલી

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે અધિક કલેકટર કક્ષાના ૧૮ જેટલા અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. કેટલાક જિલ્લામા નિવાસી અધિક કલેકટર બદલાયા છે. દ્વારકાના આર.વી. સરવૈયાને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ, સુરત રિલાયન્સ ગેસ પાઈપ લાઈન લી.ના એચ.આર. કેલૈયાને જામનગર આર.એ.સી., ભરૂચના આર.એ.સી. એન.સી. શાહને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વાઈસ ચેરમેન, તાપીના આર.એ.સી. આઈ.જે. માલીને ભરૂચમાં આઈ.એ.સી., ભાવનગરના આર.એ.સી. આર.પી. ચૌધરીને પંચમહાલમાં ડી.આર.ડી.એ. ડાયરેકટર તેમજ ગ્રામ્ય હાઉસીંગ બોર્ડના સચિવ યુ.એન. વ્યાસને ભાવનગરમાં આર.એ.સી. તરીકે મુકવામાં આવ્યા છે.

મહિસાગરના આર.એ.સી. આર.પી. કટારાને વડોદરા સિંચાઈમાં, શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન આર.આર. ઠક્કરને આર.એ.સી. મહિસાગર, મોરબીના આર.એ.સી. પી.જી. પટેલને ઈન્ડેક્ષ-સી ગાંધીનગરમાં વહીવટી નિયામક તરીકે, જીઆઈડીસીના વહીવટી નિયામક કે.પી. જોશીને મોરબી આર.એ.સી. તરીકે, દાહોદના આર.એ.સી. આર.એમ. ડામોરને સાબરકાંઠા ડી.આર.ડી.એ.ના નિયામક પદે, સાબરકાંઠાના ડી.આર.ડી.એ. નિયામક આર.એમ. ખાંટને દાહોદ આર.એ.સી. તરીકે મુકવામાં આવ્યા છે. ઉપરાંત વડોદરા ડી.આર.ડી.એ.ના નિયામક એચ.કે. વ્યાસને દ્વારકામાં આર.એ.સી. તરીકે, સંયુકત ઉદ્યોગ કમિશ્નર જી.એચ. સોલંકીને જીઆઈડીસીમાં વહીવટી નિયામક તરીકે મુકવામાં આવ્યા છે. પંચમહાલના ડી.આર.ડી.એ. નિયામક એન.એલ. પાંડોરને રાજકોટ સિંચાઈના અધિક કલેકટર તરીકે, અમરેલીના આર.એ.સી. ડી.ડી. પંડયાને વડોદરા આર.ટી.ઓ.માં, મહિસાગર ટ્રાયબલ એરીયા પ્રોજેકટ વહીવટદાર જે.એમ. ભટ્ટને અમરેલીમાં આર.એ.સી. તરીકે, વડોદરા આર.ટી.ઓ.ના એસ.પી. મુનીયાને તાપીમાં આર.એ.સી. તરીકે મુકવામાં આવ્યા છે. શાળાઓ માટેના કમિશ્નર કચેરીમાં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા એમ.એન. વોરાને પાણી પુરવઠા બોર્ડના વહીવટી અધિકારી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

ફ્રી ઈન્ટરનેટ :

મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા અને ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દેશભરમાં લોકોને ફ્રી ઇન્ટરનેટ ડેટા આપવાની શકયતાઓનો અભ્યાસ કરી રહી છે.

સરકાર ફ્રી ડેટા યોજનાને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવાના નામે જાહેર કરી શકે છે. આ માટે યૂનિવર્સલ ઓબ્લિગેશન ફંડ(USO)નો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કેનેકિટવિટી વધારવાની દિશામાં આ યોજાના આગળ વધી શકે છે. અધિકારીઓનું માનીએ તો હજુ આ યોજનાને પૂર્ણરૂપે સાકાર કરવા માટે કેટલાય મુદ્દાઓની ચર્ચા બાકી છે પરંતુ બજેટ પહેલા તે કરી લેવામાં આવશે તેવી શકયતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં સરકાર પેટ્રોલ  -ડીઝલ પરનો ટેક્ષ ઘટાડશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉનામાં પેટ્રોલ-ડીઝલમાં ટેક્ષ ઘટાડવાની જાહેરાત કરેલ. આજે નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુંખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ કે સરકાર બે-ત્રણ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં વેરા ઘટાડવા આગળ વધી રહી છે. તેનાથી બન્ને ઇંધણો સસ્તા થશે કેટલો ઘટાડો કરવો તે ટુંક સમયમાં જાહેર થશે.

હાલ પેટ્રોલ પર ર૮ ટકા જેટલો અને ડીઝલ પર ર૮ ટકા જેટલો વેટ લાગી રહ્યો છે. કેન્દ્રએ તમામ રાજ્યોને વેટ ઘટાડવા અપીલ કરેલ તે ગુજરાતે માન્ય રાખવા પહેલ કરી છે.

Related posts

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva

અમરેલી : તબીબનો કોરોના પોઝિટીવ આવતા તંત્ર ચિંતિત, સંપર્કમા આવેલા લોકોની શોધખોળ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!