GSTV
Gujarat Government Advertisement

જ્યારે ગાયના નામે લોકો માર્યા જાય છે, ત્યારે PMના કાન ઉભા થવા જોઈએ : ઓવૈસી

Last Updated on September 11, 2019 by Mansi Patel

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ગાયના નામે કોઈ શખ્સની હત્યા કરી દેવામાં આવે ત્યારે પીએમ મોદીના કાન ઊંચા થવા જોઈએ. જ્યારે દેશમાં બંધારણનું પાલન કરવામાં નથી આવતુ ત્યારે પીએમ મોદીના કાન ઊંચા થવા જોઈએ.

ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં આયોજિત એક જનસભામાં જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ગાયનું નામ સાંભળે ત્યાં તેના વાળ ઊંચા થઈ જાય છે. અને આવા લોકોએ દેશને બર્બાદ કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. પ્રધાનમંત્રીએ મથુરામાં કહ્યુ, આપણા દેશમાં અમુક લોકોના કાનમાં ઓમ કે ગાય શબ્દ પડે છે. તો તેમના વાળ ઉભા થઈ જાય છે. આપણા દેશમાં પશુધન મોટી વાત છે અને તેના વગર અર્થવ્યવસ્થા, ગામ કશું ચાલી શકતુ નથી.

આની પહેલાં ઓવૈસીએ આરોપ લગાવ્યો હતોકે, પ્રધાનમંત્રી મોદીની સરકાર જમ્મૂમાં વિધાનસભા ક્ષેત્રોની પરિસીમન દ્વારા બીજેપીના મુખ્યમંત્રી બનીને કાશ્મીરની વસ્તી વિષયક બદલવાના પ્રયાસ કરી રહ્યા છે. જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યોનો દરજ્જો આપનારા આર્ટિકલ 370ને પોતાના બહુમતનાં બળે રદ્દ કરીને સરકાર ભારતના સંવિધાનના ધજાગરા ઉડાવી દીધા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!