GSTV
India ટોપ સ્ટોરી

મોદી કાશીને ક્યોટો તો ન બનાવી શક્યા પરંતુ 30,000 કરોડ અપાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 વર્ષની અંદર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (કાશી)ને ક્યોટો બનાવી શક્યા નથી. 4 વર્ષ પહેલા તેમણે વારાણસીથી લોકસભા ચૂંટણી જીતી હતી અને દેશના વડાપ્રધાન બન્યા હતાં. જાપાની પીએમ શિંઝો આબેને કાશીની યાત્રા પણ કરાવી હતી. આ દરમ્યાન જાપાનની સાથે કરાર કરવામાં આવ્યા હતા કે કાશીનો વિકાસ જાપાનના ટોક્યોની જેમ કરાશે. પરંતુ 4 વર્ષમાં કાશી ક્યોટો બની નહીં.

5મા વર્ષે વડાપ્રધાન મોદી ફરી વખત વારાણસીના પ્રવાસે છે. શનિવારે તેઓ 33 પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ‘મેરી કાશી’ નામથી એક બુકલેટ પણ જાહેર કરાશે. જેને આખા શહેરમાં વહેંચવાની ભાજપની યોજના છે. આ બુકલેટમાં કાશીના વિકાસ માટેની સ્વીકૃત યોજનાઓનું વિવરણ છે.

સ્થાનિક લોકોનું કહેવુ છે કે કાશીને ક્યોટો તો બનાવી શક્યા નહીં. તો ભાજપના સૂત્રોનો દાવો છે કે કાશીના વિકાસ માટે આ પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 30,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સ્વીકૃત કરાઈ છે. જેનાથી આવનારા થોડાક વર્ષોમાં શહેરનો વિકાસ થશે. વારાણસીના ભાજપના ધારાસભ્ય અને યુપીના મંત્રી નિલકંઠ તિવારીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ વારાણસીમાં વિકાસની ગંગા વહાવી દીધી છે. તેમણે કહ્યું કે એક કાર્યકાળમાં વડાપ્રધાન મોદી જેટલો વિકાસ કોઈ સાંસદે કર્યો નથી તેટલો વારાણસીમાં થયો છે. તેમણે કહ્યું કે આવુ પ્રથમ વખત બન્યુ છે કે એક જ કાર્યકાળમાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન બંને થઈ રહ્યું છે.

તો બીજીતરફ કોંગ્રેસના નેતા અને 2014માં લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે હારનારા અજય રાયે વાયદામાં નિષ્ફળ રહેવાનો વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષમાં કાશીને બદલી ક્યોટો બનાવી દઈશું પરંતુ મોદી વચન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યાં.

ભાજપે આરોપ લગાવ્યો છે કે, સપાના શાસનકાળમાં વારાણસીના વિકાસને જાણી જોઈને રોકી રાખ્યો હતો. ભાજપના નેતાના જણાવ્યા મુજબ જ્યારે યોગી આદિત્યનાથે રાજ્યની કમાન સંભાળી ત્યારે વારાણસીમાં વિકાસની ગતિને વેગ મળ્યો.

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV