GSTV
Home » News » દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

કેદારનાથ અને બદરીનાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલાં પરિધાન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યાં છે. મહત્વની વાત તો છે કે, વડાપ્રધાને પહેરેલાં આ ખાસ પરિધાન ઉત્તરાખંડના જૌનસાર બાવરના એક ખાસ દરજી રણ સિંહે સીવ્યાં છે. જૌનસાર બાવરના આ પારંપારિક પરિધાનને ચોડા તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવતે દેહરાદૂનમાં ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન પીએમ મોદીને ભેટમાં આપ્યાં હતાં આ પરિધાન.

વડાપ્રધાનની બે દિવસીય યાત્રા દરમિયાન શનિવારે કેદારનાથની ગુફામાં તેઓ સાધના માટે ગયા હતા અને રવિવારે સવારે સાધના કરી પાછા કેદારનાથ મંદિરમાં દર્શન માટે બદ્રીનાથ જવા નીકળ્યા તે સમયે તેમણે જૌનસાર બાવરનો પારંપારિક પરિધાન ભૂરા રંગનો ચોડા પહેર્યો હતો. વડાપ્રધાનની યાત્રા દરમિયાન ડ્યૂટી પર હાજર ઉત્તરાખંડના સૂચના વિભાગના ઉપર્દેસ઼્અક કેએસ ચુહાણે આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને રવિવારે સવારે પહેરેલ ભૂરા રંગનો ચોડા જૌનસાર બાવરનો પારંપારિક પોશાક છે. આ ચોડા ઓક્ટોબર 2018માં દેહરાદૂનમાં થયેલ ઇન્વેસ્ટર સમિટ સમયે મુખ્યમંત્રીએ વડાપ્રધાનને ભેટમાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પોશાક ચકરાતાના ઓડા ગામના નિવાસી રણ સિંગ નામના દરજી પાસે સ્થાનિક શુદ્ધ ઊનમાંથી બનાવડાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દસકાઓ પહેલાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને ચકરાતા વિસ્તારના પ્રવાસે આવ્ય અહતા ત્યારે, ચકરાતાના તત્કાલિન ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મંત્રી ગુલાબ સિંહે તેમને સફેદ રંગનો ચોલા અને બાવરી ટોપી ભેટમાં આપી હતી. સ્થાનિક પ્રવક્તા ક્ષમા શર્મા, તરૂણ સંઘ ખત લખવાડના પૂર્વ અધ્યક્ષ જિતેન્દ્ર સિંહ ચૌહાણ, યશપાલ સિંહ ચૌહાણ વેગેરે વડાપ્રધાનની ધાર્મિક યાત્રા દરમિયાન પહેરાલા આ પારંપારિક પોશાકને ગર્વનો વિષય ગણાવ્યો છે.

જૌનસાર બાવર ક્ષેત્રનોપ પારંપારિક પોશાક ચૌલા શુદ્ધ સ્થાનિક ઊનમાંથી બનાવવામાં આવે છે. જેને ઠંડીના સમયમાં પહેરવાથી શરીરમાં ગરમાવો રહે છે અને ઠંડી સામે રક્ષણ મળે છે. તેને પહેરીને સૂવાથી પણ તેની સિલાઇ બગડતી નથી.

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

Xiaomi ના નવા Mi A3 પહેલી સેલ આજે, શરૂઆતની કીંમત તમારા ખીસ્સાને અનુકૂળ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!