GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ઉજ્જવલાના લાભાર્થીઓને ગેસ સીલિન્ડર ફ્રી સહિત કેબિનેટ બેઠકમાં મોદી સરકારે લીધા આ 3 મોટા નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલ કેબિનેટ અને સીસીઈએની બેઠક પૂર્ણ થઇ ગઈ છે, સૂત્રોના જણાવ્યા મુજબ, બેબીનેટમાં કુલ ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી છે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયાના એગ્રી ઇન્ફ્રા ફંડને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પણ નવેમ્બર સુધી ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. વ્યાપારીઓ અને કર્મચારીઓના ફાયદા માટે 24% EPF મદદને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઉજ્જવલા યોજના હેઠળ ફરી એલપીજી સિલિન્ડર આપવાની યોજનાના ઍક્સટેંશનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે,

બપોરે 3.30 કલાકે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણયો અંગે મીડિયા સાથે વાત કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 10.30 વાગે પણ વધુ એક કેબિનેટ બેઠક મળશે,

1. ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારને મંજૂરી

કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવા પર કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન આપી રહી છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ આની જાહેરાત કરી છે. આ રાશન પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વહેંચવામાં આવી રહ્યું છે,

માર્ચ મહિનામાં સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે પ્રધાનમંત્રી અન્ન યોજનાની જાહેરાત કરી હતી. સરકાર આ યોજના હેઠળ લોકોને છેલ્લા 3 મહિનાથી મફતમાં રાશન વહેંચી રહી છે જેને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે., યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાના 80 કરોડથી વધુ લાભાર્થીઓને આગામી 5 મહિના સુધી 5 કિલો અનાજ અને 1 કિલો ચાના મફત આપવામાં આવશે,

2. કારોબારીઓ અને કર્મચારીઓ માટે ભેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, એકબિનેટ બેઠકમાં કારોબારીઓ અને કર્મચારીઓને 24% ઈપીએફ સપોર્ટ આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 કર્મચારીઓ હોય અને તેમાંથી 90% કર્મચારીઓ 15 હાજર રૂપિયાથી ઓછી પગાર મેળવતા હોયે તેવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથી ઈપીએફ માં યોગદાન માર્ચથી ઓગસ્ટ 2020 સુધી માટે સરકાર તરફથી આપવામાં આવે છે.

મેં મહિનામાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને પ્રધાનમંત્રી ગ્રાઈબ કલ્યાણ યોજના હેઠળ ત્રણ મહિના માટેના લાભ વધારવાની જાહેરાત કરી હતી,. જેમાં સરકાર ઈપીએફ ફાળો સંપૂર્ણ પાને 24% સરકાર આપશે, આનાથી 3.67 લાખ નોકરિયાતો અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે,

3. ઉજ્જવલાં યોજનાનો વિસ્તાર

કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મળનાર ફ્રી એલપીજી સિલિન્ડર યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો, એટલે કે હજુ આગળ પણ લાભાર્થીઓને ફ્રી એલપીજી સિલિન્ડર મળતા રહેશે, તેલ કંપનીઓ ઇએમઆઇ ડીફેરમેન્ટ સ્કીમનો સમયગાળો  પણ આગામી એક વર્ષ સુધી વધારવામાં આવી શકે છે, જે હાલ જુલાઈ 2020 માં ખતમ થઇ રહી છે. એનો અર્થ એ છે કે આગામી એક વર્ષ સુધી ઉજ્જવળ યોજનાના ગ્રાહક જે એલપીજી સિલિન્ડર ખરીદે છે તેમને EMI ની કોઈ રકમ તેલ કંપનીઓને આપવાની થશે નહિ.

ઉજ્જવલા યોજના હેઠળ એક જોગવાઈ છે જેમાં લાભાર્થી એલપીજી કનેક્શન લે છે ત્યારે કુલ કિંમત ગેસ સ્ટવ સાથે 3,200 રૂપિયાની થાય છે. જેમાં 1,600 રૂપિયા સબસીડી રૂપે સીધી જ સર્કરા તરફથી આપવામાં આવે છે અને બાકીની 1,600 રૂપિયાની રકમ તેલ કંપનીઓ ભોગવે છે. પરંતુ ગ્રાહકોએ EMI રૂપે 1,600 રૂપિયા તેલ કંપનીઓને ચૂકવવાના થતા હતા.

Related posts

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan

રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!