GSTV
Home » News » બૉક્સ ઑફિસ પર પણ છવાઇ મોદી લહેર, પહેલાં જ દિવસે પીએમ મોદીની બાયોપિકે કરી આટલા કરોડની કમાણી

બૉક્સ ઑફિસ પર પણ છવાઇ મોદી લહેર, પહેલાં જ દિવસે પીએમ મોદીની બાયોપિકે કરી આટલા કરોડની કમાણી

પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક શુક્રવારે રિલિઝ થઇ ચુકી છે. ફિલ્મને ઓમંગ કુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદીનું કિરદાર નિભાવ્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મને મોદી લહેરનો ફાયદો મળ્યો છે. ફિલ્મે પહેલા જ દિવસે 5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો આવું થયું તો વર્ષો બાદ આ વિવેક ઓબેરોયના કરિયરની બેસ્ટ ફિલ્મ સાબિત થઇ શકે છે.

જણાવી દઇએ કે ફિલ્મને લઇને મોટો વિવાદ ઉભો થયો હતો. તેથી ફિલ્મની રિલિઝ પાછી ઠેલવવામાં આવી હતી. ફિલ્મને પહેલાં એપ્રિલમાં રિલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ વિપક્ષના વિરોધ બાદ ફિલ્મની રિલિઝ અટકાવી દેવામાં આવી હતી. વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થશે અને આ જ કારણે ફિલ્મને ઇલેક્શન સુધી બેન કરી દેવામાં આવી હતી. હવે ફિલ્મને 24 મેના રોજ રિલિઝ કરવામાં આવી. લોકસભા ચૂંટણીના રિલઝલ્ટના એક દિવસ બાદ. જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ ઐતિહાસિક જીત હાંસેલ કરી છે.

શું છે ફિલ્મની સ્ટોરી

મોદીજીના જીવન પર વિવાદિત ઘટનાઓ જેવી કે તેમના લગ્ન, ગુજરાતમાં થયેલી રમખાણો વગેરેને બિલકુલ અલગ રીતે દર્શાવવામાં આવ્યાં છે. સ્ટોરીને હકીકત તરીકે રજૂ કરવા કરતાં તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મોદી સંત-મહાત્મા છે અને તે બસ આજીવન લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરતાં આવ્યાં છે.

ફિલ્મ જોયા બાદ થોડુ સમજાશે કે ચૂંટણી આયોગે શા માટે આ ફિલ્મની રિલિઝ ચૂંટણી પરિણામ સુધી અટકાવી રાખી હતી. ફિલ્મના સ્ક્રીનપ્લેમાં એટલી કલ્પના છે કે એક સીનમાં તો ત્યાં સુધી દર્શાવવામાં આવ્યું કે મોદીજી પોતે આર્મી સાથે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડ્યાં અને કાશ્મીની હિમાચ્છાદિત પહાડીઓના શિખર પર ભારતનો ત્રિરંગો લહેરાવી રહ્યાં છે.

મોદીના રોલમાં ફિટ છે વિવેક ઓબેરોય

ભલે આ ફિલ્મ તમને પસંદ આવે કે ન આવે પરંતુ વિવેક ઓબેરોયે નિષ્ઠા સાથે આ પાત્ર ભજવ્યું છે. તે ફક્ત મોદીજી જેવો લાગતો જ નથી પરંતુ તેના હાવભાવ અને બોડી લેંગ્વેજ પણ બિલકુલ મોદીજી જેવી લાગશે. ઝરીના વહાબે મોદીના માના કિરદારને પૂરતો ન્યાય આપ્યો છે.

Read Also

Related posts

વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખું જીવ, જે ઓક્સિજન વગર પણ રહી શકે છે જીવિત

pratik shah

ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં, નીતિન ગડકરી આવ્યા મોદી સરકારના બચાવમાં

Mayur

વધુ પેન્શન મેળવવાનો રસ્તો થઇ ગયો સાફ, લાખો પેન્શન ધારકોને મોદી સરકારે આપી હોળીની ભેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!