GSTV
Home » News » Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જેની પીએમે લીધી મુલાકાત

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જેની પીએમે લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત રાજ્યના સીએમ વિજય રૂપાણી  અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે  કર્યુ.  કેવડીયાથી તેઓ નર્મદાના નીરના વધામણા અને પૂજા-અર્ચન કરવા માટે રવાના થયા હતા.

પીએમ મોદીની કેવડીયા મુલાકાત દરમ્યાન એસપીજી દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જ્યારે પીએમ મોદીની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ તમામ તૈયારી કરવામાં આવી છે.

પીએમ મોદીએ કર્યા નવા નીરના વધામણા

સમગ્ર ગુજરાત જે ક્ષણની સેંકડો વર્ષોથી રાહ જોતુ હતુ.તે જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.અને ડેમના નવા નીરના આજે પીએમ મોદીએ વધામણા કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. અને તેમણે નર્મદા ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા છે.

પીએમ મોદી  બ્રાહ્ણમણો દ્વારા ઉચ્ચારવામાં આવતા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મા નર્મદા મૈયાનું પૂજન અર્ચન કર્યુ હતુ.

નર્મદા મયૈને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

જે બાદ તેઓએ ડેમ સાઈટ પાસે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અને ત્યાં ડેમમાં પાણીની આવક જાવક સહિતની માહિતી મેળવી હતી.

એક્તા નર્સરીની મુલાકાતે પીએમ

પીએમ મોદીએ કેવડિયા ખાતે એકતા નર્સરની પણ મુલાકાત લીધી. આ નર્સરીમાં બોનઝાઈન, વિવિધ વૃક્ષ અને આદીવાસી ચા, સહિત આદીવાસીના જીવનને લગતા વિવિધ પ્રદર્શન પણ જોવા મળશે.

આ નર્સરીનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

કેક્ટસ ગાર્ડનમાં પીએમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓ માટે કેકટસ ગાર્ડન નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે પીએમ મોદીએ કેકટસ ગાર્ડનની મુલાકાત લઇ ગાર્ડન અને કેકટસની વિવિધ જાતો અંગે માહિતી મેળવી.

ગાર્ડનમાં ભારત ઉપરાંત અન્ય દેશોમાંથી વિવિધ પ્રકારના કેકટસ લાવવામાં આવ્યા છે. 836 ચોરસ મીટરમાં ફેલાયેલા કેકટસ ગાર્ડનમાં 500થી વધુ કેકટસ અને પ્લાન્ટ છે. ત્યારે પીએમ મોદીએ વિવિધ કદ અને પ્રજાતિઓના કેકટસને નિહાળ્યા. અધિકારીઓ દ્વારા પીએમનો કેકટસની પ્રતિકૃતિ પણ ભેટ આપવામાં આવી.

પીએમ મોદીએ લીધી જંગલ સફારીની મુલાકાત

નર્મદાના સરદાર સરોવર પાસે રાજ્યના વન વિભાગ દ્વારા જંગલ સફારી વિકાસાવવામાં આવ્યુ છે.જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે.

નર્મદા નદીના કિનારે પાંચ લાખ 58 હજાર 240 સ્કવેર મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ જંગલ સફારીમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકા સહિતના દેશોના 170 જેટલા જંગલી પશુ પક્ષીઓ હશે. આ જંગલ સફારીમાં વાઘ, ચિતા અને એશિયાટીક  સિંહો પણ હશે. 

ખલવાણી ઇકો ટુરિઝમ ખાતે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ખલવાણી ઈકો ટુરિઝમની પણ મુલાકાત કરી.  આ ઈકો ટુરિઝમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આવવાના છે.

અહી ગજેબો રેસ્ટોર્ન્ટ, ફિશ પેડિક્યોર, સાયકલિંગ જેવી સુવિધા ખલવાણી ઈકો ટુરિઝમમાં શરૂ કરવામાં આવશે.

Read Also

Related posts

ગુજરાતની 6 બેઠકો માટે મતદાન પૂર્ણ : અમરાઈવાડી બગાડશે સમીકરણો, અડધું થયું મતદાન

Nilesh Jethva

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!