GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા પીએમ મોદીનો આજે 69મો જન્મદિવસ છે. મંગળવારે સવારથી પીએમ મોદી ગુજરાતમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ગરુડેશ્વર દત્ત મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ એક જનસભાનું સંબોધન કર્યુ અને તે બાદ તેઓ દિલ્હી રવાના થશે. તેમના જન્મદિવસે ટ્વિટર પર સૌકોઇ તેમને શુભેચ્છા પાઠવી રહ્યું છે. તો કોઇ પ્રધાનમંત્રીને ફેસબુક પર વિશ કરી રહ્યું છે.

આ વચ્ચે લોકોને પીએમ મોદી સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણવામાં રસ હોય છે. આવી જ રોચક વાતોમાંથી એક છે પીએમ મોદી કઇ કંપનીનો મોબાઇલ યુઝ કરે છે અને તેમનુ સિમ કાર્ડ કઇ કંપનીનું છે.

આ ફોન યુઝ કરે છે પીએમ મોદી

તમે પણ તે વાત જાણવા માટે આતુર હશો કે વડાપ્રધાન મોદી કઇ કંપનીનો ફોન યુઝ કરે છે. તમને જણાવી દઇએ કે પીએમ મોદી એપ્પલનો iPhone 6 યુઝ કરે છે. વર્ષ 2018માં ચીન અને દુબઇની સત્તાવાર યાત્રા દરમિયાન પીએમ iPhone 6 સીરીઝનો ફોન યુઝ કરતાં નજરે આવ્યાં હતા. ગેજેટ્સ પસંદ કરતા મોદીજી સુરક્ષાના કારણે એપ્પલની ઉમદા ડિવાઇસ યુઝ કરે છે.

આ સિમ યુઝ કરે છે મોદીજી

પીએમ મોદી કઇ કંપનીનું સિમ કાર્ડ યુઝ કરે છે આ અંગે પણ તેમના પ્રશંસકોને જાણવામાં રસ હશે. બે વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના મોબાઇલનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો. તે સ્ક્રીનશૉટમાં વોડાફોનનું નેટવર્ક જોવા મળ્યું હતું તેના આધારે માનવામાં આવે છે કે પીએમ વોડાફોનનું સિમ યુઝ કરે છે.

Twitter પર 5 કરોડ ફૉલોઅર્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ભલે ઈન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઈન હોય કે પછી યૂટ્યૂબ અને ટ્વીટર હોય. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનાં લાખો ફોલોઅર્સ છે. જ્યારે હવે ટ્વીટર પર સૌથી વધારે ફોલો કરવાના લિસ્ટમાં પીએમ મોદી 20માં નંબર પર છે.

સૌથી વધારે ફોલોઅર્સના ટોપ 20 લિસ્ટમાં પહોંચનારા પીએમ મોદી એક માત્ર ભારતીય થઈ ગયા છે. સોમવારે ટ્વીટર પર પીએમ મોદીને ફોલો કરનારા લોકોની સંખ્યા 5 કરોડને પાર પહોંચી ચૂકી છે. મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કરતાં લગભગ 1.4 કરોડ પાછળ છે, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 10.8 કરોડ ફોલોઅર્સની સાથે પહેલાં નંબર પર છે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Nilesh Jethva

ફેસબુકે લોન્ચ કર્યુ અવતાર ફીચર, પોતાનો જ વર્ચુઅલ લુક બનાવીને શેર કરી શકશે યુઝર

Mansi Patel

Video: ઓલરાઉન્ડર પંડ્યાએ પૂર્ણ કરી ચેલેન્જ, પુશ-અપ જોઈ ચોંકી ગયા કોહલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!