પીએમ મોદીની બાયોપિકને લઇને થયો મોટો ખુલાસો, આ જાણીતી એક્ટ્રેસ બનશે હીરા બા

નિર્માતા સંદીપ સિંહના લેજન્ડ સ્ટુડિયોઝના બેનર હેઠળ બની રહેલી પર્ધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની કાસ્ટમાં વધુ એક મોટુ નામ જોડાયું છે. આ જાણીતી કલાકાર પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીના માતા હીરાબેન મોદીની ભુમિકામાં જોવા મળશે. જણાવી દઇ કે અત્યાર સુધી નરેન્દ્ર મોદીની પત્ની અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના કિરદાર નિભાવનાર કલાકારોના નામનો ખુલાસો થઇ ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેની માતા હીરાબેન મોદીના કિરદારમાં અભિનેત્રી ઝરીના વહાબ જોવા મળશે. જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીની પત્ની અને ઉભરતા કલાકાર સૂરજ પંચોલીની માતા ઝરીના વહાબ હિન્દી સિનેમામાં એક જાણીતુ નામ છે.

અમિત શાહના કિરદારમાં મનોજ જોશી

રિપોર્ટસ અનુસાર ફિલ્મ અને થિયેટરના જાણીતા એક્ટર મનોજ જોશી આ બાયોપિકમાં અમિત શાહના કિરદારમાં જોવા મળશે. તાજેતરમાં જ મનોજે આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ છે. તેમણે જણાવ્યું કે જેવી તેમને આ ફિલ્મની ઑફર મળી તેમણે અન્ય પ્રોજેક્ટ્સ હાથમાં હોવા છતાં આ રોલ માટે હા પાડી દીધી.

મનોજે જણાવ્યું કે, પહેલીવાર એવુ બનશે કે હું કોઇ જીવંત વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છુ. લોકો પીએમ મોદીની બાયોપિકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે અને મને ખુશી છે કે હું અમિત શાહનું મહત્વનું પાત્ર ભજવી રહ્યો છુ.

આ એક્ટ્રેસ નિભાવશે જશોદાબેનનું પાત્ર

આ ફિલ્મમાં એક એવું પાત્ર પણ છે જેના પર સૌકોઇની નજર છે. આ કિરદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદા બેનનું. પીએમ મોદીની બાયોપિકમાં આ કિરદાર માટે એક્ટ્રેસ બરખા બિષ્ટને કાસ્ટ કરવામાં આવી છે.

આ અંગે બરખાએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે અમે અમદાવાદમાં શુટ કરીશું અને મે આ વિશે વાંચવાનું પણ શરૂ કરી દીધું છે. આ રોલ ખૂબ જ ચેલેન્જિંગ રોલ છે કારણ કે જશોદાબેન વિશે લોકો ઘણું ઓછુ જાણે છે.

બરખાએ વધુમાં જણાવ્યું કે, મને આ રોલ માટે ગુજરાતી ભાષા શીખવી પડશે. આ કેરેક્ટરમાં તમને અનેક શેડ્સ જોવા મળશે. હું ફક્ત એટલું જ કહી શકું કે આ ફિલ્મમાં જોડાવાનો મને ગર્વ છે.

બીજી બાજુ પીએમ  મોદીનું પાત્ર ભજવી રહેલા વિવેક ઓબેરોયનું માનવું છે કે પીએમ મોદીનું પાત્ર તેમના જીવનનું સૌથી મહત્વનું પાત્ર છે અને આ ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદી જેવો લુક મેળવવા માટે વિવેકે સખત મહેનત કરી છે. આ ફિલ્મનું શુટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter