GSTV
Home » News » આવી છે વિવેક ઓબેરોયના પીએમ મોદી બનવાની સફર, સામે આવ્યો મેકિંગ video

આવી છે વિવેક ઓબેરોયના પીએમ મોદી બનવાની સફર, સામે આવ્યો મેકિંગ video

બોલીવુડમાં આજકાલ પીએમ મોદીની બાયોપિકને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ફિલ્મને લઇને કોઇને કોઇ ટ્વિસ્ટ સામે આવતા રહે છે તેવામાં બીજી બાજુ ફિલ્મના મેક્સ ફિલ્મને રિલિઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલિઝ કરવામાં આવ્યું હતું ત્યાં હવે ફિલ્મનો મેકિંગ વીડિયો પણ સામે આવ્યો છે.

ફિલ્મમાં પીએમ મોદીના કિરદારમાં વિવેક ઓબેરોય જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે અને વિવેકને પીએમ મોદીના કેરેક્ટરમાં લોકોએ અપનાવ્યો છે. તેવામાં આખરે મેકર્સે વિવેકને આ કેરેક્ટરમાં કેવી રીતે ઢાળ્યો તેનો વીડિયો રિલિઝ કર્યો છે.

તાજેતરમાં જ ટી-સીરીઝે ધ લુક દ્વારા વિવેક ઓબેરોયથી પીએમ મોદી સુધીની સફરનો વીડિયો રીલીઝ કર્યો છે. જે વિવેક ઓબેરોયના મેકઅપનો મેકિંગ વીડિયો છે.

ફિલ્મમાં વિવેકનો મેકઅપ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ પ્રિતીશીલ સિંહે કર્યો છે. ફિલ્મના ડાયરેક્ટર ઉમંગ કુમારે જણાવ્યુ કે એક સમય એવો આવ્યો હતો જ્યારે લુક ટેસ્ટ દરમિયાન વિવેકનો મેકઅપ એટલો ખરાબ થઇ ગયો હતો કે તે પીએમ મોદી નહી પરંતુ કોઇ બીજા જેવો જ લાગી રહ્યો હતો. ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે જણાવ્યું કે અનેક અસફળતાઓ બાદ ફિલ્મ માટે વિવેકનો આ લુક ફાઇનલ કરવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે ફિલ્મનું ડાયરેક્શન ઓમંગ કુમારે કર્યુ છે. સાથે જ ફિલ્મમાં વિવેક ઉપરાંત અનેક સ્ટાર્સ જોવા મળશે. જેમાં મનોજ જોશી, ઝાહિરા વસીમ અને બરખા જેવા સ્ટાર્સ સામેલ છે. ફિલ્મ 5 એપ્રિલે રીલીઝ થશે.

Read Also

Related posts

સુરત ડીંડોલી અકસ્માત મુદ્દે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર, વળતર સાથે ટેન્ડર રદ્દ કરવાની કરી માગ

Mayur

કેવડિયા ખાતે લઈ આવવામાં આવેલ જિરાફનું આ કારણે થયું મોત, મૃતદેહની જગ્યા પર કરાયો કેમિકલનો છંટકાવ

Mayur

ઇન્ટીમેટ સીન કરવાની ના પાડી તો કૃતિને દેખાડ્યો બહારનો રસ્તો, આ હસીના થઇ ગઇ તૈયાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!