GSTV
Home » News » સાધુથી લઇને PM બનવા સુધીની નરેન્દ્ર મોદીની સફર દર્શાવતા વિવેક ઓબેરોયના આ 9 Looks થયા Viral

સાધુથી લઇને PM બનવા સુધીની નરેન્દ્ર મોદીની સફર દર્શાવતા વિવેક ઓબેરોયના આ 9 Looks થયા Viral

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી પડતી કે વિવેક ઓબરોય છે કે મોદી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી.

1975ની ઈમર્જન્સીના ગાળામાં છુપાવેશે રહેવા માટે નરેન્દ્ર મોદીએ દાઢી અને પાઘડીધારી પંજાબી વ્યક્તિનો વેશ ધારણ કરેલો. તે દરમિયાન મોદીનો લુક કંઇક આવો હતો.

મોદી 2 વર્ષ હિમાલયની ગુફાઓમાં સાધુની જેમ રહ્યા હતા, તે સમયે મોદી કંઇક આવા લાગતા હતા.

નરેન્દ્ર મોદીની ઓળખ બનેલાં થ્રીપીસ ચશ્માં અને એમના નામે જ પ્રચલિત થયેલો મોદી કુર્તાવાળો લુક.

‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ નું બીજું પોસ્ટર 18મી માર્ચ 2019ના રોજ અમિત શાહ લોન્ચ કરવાનાં હતા. પરંતુ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં અવસાનના કારણે તે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો છે.

પોસ્ટર લોંચ સ્થગિત થઈ ગયું છે પણ ફિલ્મમાં મોદીનું પાત્ર ભજવનાર વિવેક ઓબેરોય અને રિલીઝ તારીખ બહાર પડી ગયું છે. જણાવી દઇએ કે વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થશે.

Read Also

Related posts

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar

‘ત્રણ હાથ જમીન જોઈતી હોય તો વંદેમાતરમ ગાવું પડશે’: ગિરીરાજ સિંહ

Mansi Patel

ઋત્વિકની પત્ની સાથે જોડાયું હતું આ એક્ટરનું નામ, લગ્ન કર્યા વિના બની રહ્યો છે પિતા

Path Shah