GSTV
Home » News » પહેલાં ફિલ્મ જુઓ પછી અંતિમ નિર્ણય લો, ઈલેકશન કમિશનને સુપ્રીમનો આદેશ

પહેલાં ફિલ્મ જુઓ પછી અંતિમ નિર્ણય લો, ઈલેકશન કમિશનને સુપ્રીમનો આદેશ

Narendra Modi's biopic

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવના ચરિત્ર પર બનેલ ફિલ્મ PM Narendra Modi અંગેની આંટીઘૂંટીઓ દિવસેને દિવસે વધુ ગુંચવાતી જાય છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલ અરજી અંગેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે ઈલેકશન કમિશનને ફિલ્મ નિહાળીને અંતિમ નિર્ણય લેવાનો આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી પંચ અને કોર્ટ સમક્ષ મોદીના ચરિત્ર અંગેની આ મૂવી પર રોક લગાવવા અરજી કરી હતી પરંતુ, સુપ્રિમ કોર્ટ અને શરૂઆતમાં ઈલેકશન કમિશને આ અરજી ફગાવી હતી પરંતુ, 11મી એપ્રિલના રોજ રીલિઝ થવા જઈ રહેલ ફિલ્મ PM Narendra Modiના 24 કલાક અગાઉ જ આ ફિલ્મ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હતો અને ચૂંટણી બાદ જ મૂવી રીલિઝ કરવાનો આદેશ કયો હતો. ECની ફટકાર બાદ ફિલ્મના પ્રોડયુસર ફરી સુપ્રિમની શરણે પહોંચ્યા હતા અને આજે કોર્ટે ચૂંટણી પંચને મૂવી જોયા બાદ જ અંતિમ ચુકાદો કરવા આદેશ કર્યો છે.

આ કેસની આગામી સુનાવણી 22મી એપ્રિલના રોજ યોજાશે તેમ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતુ.PM નરેન્દ્ર મોદી ફિલ્મના નિર્માતા સંદીપ સિંહનું કહેવું છે કે, લોકતંત્રમાં અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા સૌથી વધુ મહત્વપુર્ણ હોય છે. તેમણે સર્વોચ્ચ ન્યાયાલયને ફિલ્મને રાજનીતિ પ્રોપેગેન્ડાની જગ્યા પ્રેરણાદાયી સ્ટોરીની રીતે જોવાની વાત કરી છે.

આ સિવાય તેમણે કહ્યું કે, ભારતના બધા જ નાગરિકને ન્યાય માટે અપીલ કરવાનો અધિકાર છે. હું એક નિર્માતાના રુપમાં આજ કરી રહ્યો છુ. મારા માટે તેમજ મારી પુરી ટીમ માટે આ ફિલ્મ વિશેષ છે. તેથી હું ઇચ્છીશ કે લોકો આ ફિલ્મને જરુરથી જોવે.આ ફિલ્મની રિલીઝ ડેટ તો અટકી પડી છે પણ ફિલ્મ મેકર્સની યોજના ભારત સિવાય 38 દેશોમાં આ ફિલ્મને રિલીઝ કરવાની યોજના હતી. જેમાં યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઇ જેવા દેશનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, તમારો એક મત દેશના વિકાસને આગળ વધારી શકે છે

Arohi

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari