GSTV
Home » News » પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું, અમારી હાલત તો પદ્માવત કરતાં પણ ખરાબ

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું, અમારી હાલત તો પદ્માવત કરતાં પણ ખરાબ

pm modi biopic producer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના પ્રોડ્યુસર સંદીપ સિંહને આશા છે કે ચૂંટણી આયોગથી તેમને ન્યાય મળશે. તેઓ આશા રાખીને બેઠા છે કે ફિલ્મ જલ્દી જ રિલીઝ થઈ જશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ ફિલ્મથી તેમને એટલું સ્ટ્રેસ ફિલ થયું જેટલું પદ્માવતના મેકર્સને પણ નહીં થયું હોય.

View this post on Instagram

2 days to go! Thursday 11th April! #PMNarendraModi

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી આયોગને આદેશ આપ્યા હતા કે, તેઓ ફિલ્મ જોયા બાદ કોર્ટને પોતાનો નિર્ણય સંભળાવે. જો કે ચૂંટણી આયોગે જ ફિલ્મને રિલીઝના એક દિવસ પહેલા જ અટકાવી દીધી હતી. એ પણ ત્યારે જ્યારે કોર્ટ અને સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને લીલી ઝંડી મળી ચૂકી હતી.

સંદીપ સિંહે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું કે, અમે ખૂબ જ ટેન્શનમાં છીએ, ટીમ હવે આત્મવિશ્વાસ ગુમાવી રહી છે. પણ અમે ઉમ્મીદ અને આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળશે અને ફિલ્મ રિલીઝ થશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ફિલ્મના મેકર્સને આટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ખૂબ જ વધારે હ્યુમિલેશન અને ખૂબ જ તણાવ મળી રહ્યો છે. પદ્માવત વખતે પણ મેકર્સ પર આટલો તણાવ નહોતો.

સંદીપે સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતની સાથે પોતાની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની તુલના કરી છે. તેમણે કહ્યું કે એ ફિલ્મને રિલીઝની એક રાત પહેલા તો નહોતી રોકવામાં આવી. પદ્માવત સમયે કરણી સેનાએ વિરોધ નોંધવ્યો હતો. જેના પડઘા એવા પડ્યા હતાં કે ક્યાંક ફિલ્મના સેટને સળગાવવાની ઘટના બની હતી તો સંજય લીલા ભણશાળી સાથે મારામારીનો બનાવ પણ બન્યો હતો. ત્યારે EC આ ફિલ્મ જોઈ તેની રિલીઝનો રસ્તો સાફ કરે છે કે નહીં તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!