GSTV
Gujarat Government Advertisement

એક દિવસ ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઈટ બનાવશે: PM મોદી

Last Updated on August 18, 2019 by Mayur

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાન પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનની યાત્રાના બીજા દિવસે ત્યાંની રૉયલ યુનિવર્સિટી, થિમ્પૂમાં કહ્યુ કે એ ખુશીની વાત છે કે ભૂટાનના પોતાના નાના ઉપગ્રહને ડિઝાઈન કરવા અને લૉન્ચ કરવા માટે યુવા ભૂટાની વૈજ્ઞાનિક ભારતની યાત્રા કરશે. મને આશા છે કે એક દિવસ તમારામાંથી કેટલાક વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઈનોવેટર્સ થશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું આશા કરુ છુ કે ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઈટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિમ્પૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યુ અને પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહો દ્વારા ટેલી મેડિસિનના લાભ, દૂરસ્થ શિક્ષણ, નકશો, મોસમ પૂર્વાનુમાન, પ્રાકૃતિક વિપત્તિઓની ચેતવણી વગેરે સુનિશ્ચિત કરશે. 

ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનોની સાક્ષી બની રહ્યુ છે. ગત પાંચ વર્ષમાં બુનિયાદી માળખાનું નિર્માણ બેગણુ થઈ ગયુ છે. તેમણે કહ્યુ કે ભારત અને ભૂટાનની સરખી સંસ્કૃતિ છે. આજના સમયમાં અવસરોની અછત નથી. 

ભારત અને ભૂટાનના લોકોમાં જોરદાર જોડાણ છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ગરીબી નાબુદી માટે ભારતમાં તેજીથી કામ ચાલી રહ્યુ છે. વડાપ્રધાન મોદીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યુ કે પરીક્ષાને લઈને ચિંતા કરવી નહીં. વડાપ્રધાન મોદીએ પોતાના લખેલા પુસ્તક પરીક્ષા વૉરિયર્સની પણ ચર્ચા કરી કહ્યુ કે આ પુસ્તક બુદ્ધના શિક્ષણથી પ્રેરિત થઈને તેમણે લખ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે યુવા અને આધ્યાત્મિકતા અમારી તાકાત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!