GSTV
Home » News » કાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો

કાળ ભૈરવદાદાના દર્શન કરી મોદીએ ફોર્મ ભરવામાં સાચવ્યું આ ચોઘડિયું, જાણો પ્રધાનમંત્રીના કેવા છે ગ્રહો

લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યું અને ભગવાન કાળ ભૈરવદાદાના દર્શન કર્યા હતા. ” કાળ પર વિજય અપાવે કાળ ભૈરવ ” મોદી હંમેશાં ગ્રહો અને મૂહુર્તનો આગ્રહ રાખે છે. મોદીની આ પરંપરા હવે દરેક પાર્ટીએ જાળવી છે. 12.39નું મુહૂર્ત હવે મોટાભાગના ઉમેદવાર સાચવતા થયા છે. સારા કાર્યો માટે ગુજરાતી હંમેશાં સારું મુહૂર્ત સાચવે છે. જે મોદી પણ સાચવે છે. આજે પણ મોદીએ મૂહુર્ત અને ગ્રહોનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.

આજે કોટવાલ કાળ ભૈરવ દાદાના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી ૨૦૧૯ હેતુ સવારે ૧૧:૪૪ વાગ્યે વારાણસી કલેકટરમાં ફોર્મ ભર્યું. આ અંગે હેમીલ પી લાઠીયા દ્રારા કરવામાં આવેલી જ્યોતિષ ગણના જોઈએ તો કાળ ચોઘડીયુ ( શુભ ચોઘડિયું ૧૨.૨૮થી શરુ થતું હતું )


ઉ .ષ નક્ષત્ર ( જે સૂર્ય નું નક્ષત્ર છે ) કર્ક લગ્ન ( મુહર્ત ) ની કુંડળીમાં લગ્નેશ ચંદ્રની લગ્ન પર દ્રષ્ટિ અને પાંચમે રહેલા ગુરુની નવમી દ્રષ્ટિ પણ લગ્ન પર પડે છે. જે લગ્ન મજબૂત બનાવે છે અને જે શ્રેષ્ઠ છે. જે મોદીએ જાળવ્યો છે.

રાજકીય બાબતમાં લાભ આપનાર મંગળ અગિયારમે છે અને સૂર્ય દશમે છે તદુપરાંત નવમાંશમાં પણ સૂર્ય અને ચંદ્ર દશમે છે જે ઉત્તમ રાજયોગ કારક કહેવાય, શનિ છઠ્ઠે છે, છઠુ સ્થાન રોગ, શત્રુનું કહેવાય અને શનિ પણ ત્યાં છે જે રોગ શત્રુ પર નિયંત્રણ રખાવે.

ચોથું સ્થાન જનમેદનીનું છે અહીં ચતુર્થેશ શુક્ર ઉચ્ચનો થઈ ભાગ્યભાવમાં અને નવમાંશમાં સ્વ ગૃહ તુલાનો થઈ પ્રથમ છે. લગ્ન કુંડળીમાં ગુરુ ની પાંચમી દ્રષ્ટિ નવમાં સ્થાન ભાગ્ય ભુવન માં જ્યાં ચતુર્થેશ અને લાભેશ શુક્ર ઉચ્ચ નો છે. ત્યાં દ્રષ્ટિ કરે છે જે સારો જન સમર્થન અપાવશે, રાહુ અને કેતુ ઉચ્ચ ના થઈ વર્ગોત્તામી છે જે મદદગાર બનશે, તંત્રશાત્ર ના મારા જ્ઞાન મુજબ આ યોગ શ્રેષ્ઠ કહેવાય છે.

READ ALSO

Related posts

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!