GSTV

રણનીતિ/ હવે પશ્વિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે : બિહાર બાદ હવે બંગાળપ્રેમ, એક મહિનામાં ત્રીજીવાર પહોંચ્યા મોદી

Last Updated on February 22, 2021 by Karan

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન એ જંગ જામ્યો છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધું ઘર્ષણ થઇ રહ્યું છે. તેવામાં સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જેમને હૂગલીની અંદર એક સભાને સંબોધિત કરીને મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલના વિસ્તારનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે.

પશ્વિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું

વડાપ્રધાને પોતાના ભાષણની શરુઆત બાંગલા ભાષામાં અભિનંદન આપીને કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આપ લોકોનો આ ઉત્સાહ અને ઉમંગ કોલકાતાથી લઇને દિલ્હી સુધી એક મોટો સંદેશ આપે છે. હવે પશ્વિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે. વડાપ્રધાને કહ્યું કે આજે આ વીરોની ધરતી પરથી પશ્ચિમ બંગાળ પોતાના ઝડપી વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટું પગલું લઇ રહ્યો છું. આ પહેલા હું તમને ગેસ કનેક્ટિવિટીનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું મહત્વપૂર્ણ કામ શરૂ થવા જઇ રહ્યું છે. આપણા દેશમાં પણ આ કામ દશકો પહેલા થવું જોઇતું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહરને રઝળવા દીધી

તેમણે આગળ કહ્યું કે મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ત્યાર સુધી અહીં જેટલી પણ સરકારો આવી છે, તેમણે આ આખા ક્ષેત્રને તેના હાલ પર જ છોડી દીધું છે. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહરને રઝળવા દીધી છે. વંદે માતરમ ભવન કે જ્યાં બંકિમચંદજી પાંચ વર્ષ સુધી રહ્યા તેની સ્થિતિ પણ દયનીય છે. આ સાથે જ મમતા સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મા માટી માનુષની વાત કરવાવાળા આ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે.

સરકારી યોજનાઓના પૈસા ટીએમસીની સહમતિ વિના નથી મળી શકતા

કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગરીબોના હકના પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પૈસા ટીએમસીના ટાલાબોજની સહમતિ વગર ગરીબો સુધી નથી પહોંચી શકતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહિનાની અંદર આ ત્રીજો બંગાળ પ્રવાસ છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમાં સામેલ નહીં થાય. મમતા બે દિવસ બાદ હુગલીમાં જ જનસભા કરીને રાજકીય જવાબ આપવાની તૈયારીમાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત/ ચેક કરી લેજો, ક્યાંક આપના પાન કાર્ડનો ખોટો ઉપયોગ નથી થતો ને, ચેક કરી લો આપની પાન હિસ્ટ્રી

Pravin Makwana

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!