GSTV

PM મોદીનો વિપક્ષને પડકાર, ‘હિંમત હોય તો લખી બતાવે… કલમ 370 ફરી લાગુ કરાશે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની રેલીમાં કોંગ્રેસ પર આર્ટિકલ 370 મુદ્દે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરકારે કલમ 370 દૂર કરી ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેમ છતાં વિરોધ પક્ષો ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે.

‘હિંમત હોય તો લખી બતાવે… કલમ 370 ફરી લાગુ કરાશે’

પીએમે મોદીએ કલમ 370 મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષોને પડકાર ફેંક્યો કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં એ લખીને બતાવે કે તે કલમ 370ને ફરીથી લાગુ કરશે. પીએમ મોદીના પ્રહાર બાદ કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા હતા આકરા પ્રહાર

મહત્વનું છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા.

ચંદ્ર પર રૉકેટ મોકલવાથી દેશના યુવાનોનુ પેટ ભરાશે નહીં

મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે ચંદ્ર પર રૉકેટ મોકલવાથી મહારાષ્ટ્ર અને દેશના યુવાનોના પેટમાં ખાવાનું જશે નહીં. અમે અહીં આવ્યા છીએ તો ચંદ્ર વિશે વચન આપીશુ નહીં. અમે વચન આપીશુ જે પૂર્ણ કરી શકીએ છીએ. 

આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને પણ આડે હાથે લીધી. તેમણે કહ્યુ કે મીડિયા સૌથી મોટા ઉદ્યોગપતિઓની છે. અત્યારે તો નુકશાન શરૂ થયુ છે અને આગામી 6-7 મહિનામાં આની ઘણી ખોટી અસર થશે.

નોટબંધી અને જીએસટીથી કોનુ ભલુ થયુ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે નોટબંધી અને જીએસટીથી કોનુ ભલુ થયુ? નોટબંધીથી નીરવ મોદી જેવા લોકોનુ ભલુ થયુ. ખેડૂત ડરે છે અને નીરવ મોદી જેવા લોકો આરામથી સૂઈ જાય છે. નીરવ મોદી તો ભાગી ગયા અને PM મોદી કહે છે જો નોટબંધીથી ભલુ ના થયુ હોય તો મને ફાંસી આપો.

મેક ઈન ઈન્ડિયા પર પણ નિશાન સાધ્યુ

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના મેક ઈન ઈન્ડિયા પર પણ નિશાન સાધ્યુ, તેમણે કહ્યુ કે મેક ઈન ઈન્ડિયાનુ શુ થયુ? આ તો મેક ઈન ચાઈના થઈ રહ્યુ છે. મીડિયા એ કેમ નથી જોતુ કે કંઈ પણ જુઓ મેડ ઈન ચાઈના છે. ચાઈનાના યુવાનોને રોજગારી મળી રહી છે.

Read Also

Related posts

ગજબ! દુનિયાભરમાં હડકંપ મચાવનાર Corona આ દેશોમાં નથી કરી શક્યો એન્ટ્રી

Bansari

અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો, છેલ્લાં 24 કલાકમાં 8 નવા કેસ

Karan

કોરોનાને લઈ ચીની વૈજ્ઞાનિકોની ચેતવણી, એપ્રિલ સુધીમાં આવી શકે છે વાયરસની બીજી લહેર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!