GSTV
Home » News » પીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દેશીગર્લ સાથે આ રીતે કરી મજાક

પીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દેશીગર્લ સાથે આ રીતે કરી મજાક

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રિસેપ્શનમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભામના પાઠવી હતી. જે દરમ્યાન પીએમ મોદી હસી-મજાકના મૂડમાં પણ જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પ્રિયંકા ચોપરા અને જોનાસના પરિવાર સાથે તસવીર માટે પોઝ આપતા નજરે પડ્યા હતા.

પ્રિયંકા અને નિકના લગ્ન બાદ દિલ્હીની તાજ પેલેસ હોટલમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. જેમા અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાએ સિલ્વર રંગનો લહેંગો પસંદ કર્યો હતો. તેની સાથે તેણે જ્વેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ અને કડાં પહેર્યા હતા.

વાળમાં તેણે ટ્રેડિશનલ ગજરાની જગ્યાએ સફેદ ગુલાબથી બનાવેલો ગજરો લગાવ્યો હતો. આ ઓકેશન માટે નિક જોનસે બ્લેક પેન્ટ અને વેલવેટ લુકનું જેકેટ પસંદ કર્યું હતું. તેની સાથે તેણે સેમ ફેબ્રિકના શુઝ પહેર્યા હતા. વ્હાઇટ શર્ટની સાથે તેણે બ્લેક બો ટાઇ પહેરી હતી જે શાર્પ લુક આપી રહી હતી.

પ્રિયંકાની સાસુ ડેનિયલ જોનસ અને એક્ટ્રેસની થનાર જેઠાણી સોફી ટર્નરે મેચિંગ શેડની શિમરી લેંગો પહેર્યો હતો. બંને આ લુકમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.

પ્રિયંકાના માતા મધુ ચોપડાએ રિસેપ્શન પાર્ટી માટે યલો સિલ્ક સાડી પસંદ કરી હતી. તેમણે બોટ નેક બ્લાઉઝની સાથે મેચ કર્યો હતો. જ્યારે પ્રિયંકાનો ભાઇ આ દરમ્યાન સફેદ કુર્તા પાયજામા અને નહેરૂ જેકેટમાં દેખાયો હતો.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!