GSTV
India News Trending

કેદારનાથમાં સ્થાનિક પોશાક પહેરીને પહોંચ્યા હતા PM મોદી, કમર પર કેસરી રંગનો કછોટો અને…

મોદી

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચ્યા છે. પીએમ મોદી કેદારનાથમાં  સ્થાનિક પોશાકમાં જોવા મળ્યા. તેમણે કમરમાં કેસરી રંગનો કછોટો બાધ્યો અને હાથમાં છડી લીધી હતી. કેદારનાથના વીઆઈપી હેલિપેડથી તેઓ ચાલતા-ચાલતા બાબાના દ્વાર સુધી પહોંચ્યા અને લોકોનુ અભિવાદન પણ ઝીલ્યુ. જે બાદ પીએમ મોદીએ મંદિરમાં બાબા કેદરાનાથના દર્શન કર્યા અને બાબા કેદારનાથના પૂજા-અર્ચન કરી મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કર્યો.

આશરે 20 મિનિટ સુધી તેમણે મંદિરમાં કેદાનાથની પૂજા કરી. પૂજા કર્યા બાદ મંદિરના પૂજારી દ્વારા પીએમ મોદીનુ શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ પીએમ મોદીએ મંદિર પરીસરમાં નદી પાસે ઉભા રહીને બાબાના દર્શન કર્યા અને મંદિરની પરીક્રમા કરી હતી.  

મંદિર પરિસરથી રવાના થઈ બાદ પીએમ મોદીએ કેદારનાથ ધામના વિકાસ કામોની અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી. સાંજે તેઓ ફરીવાર કેદારબાબાની આરતીમાં પણ સામેલ થશે અને સાદુ ભોજન કરશે તેમના ભોજનમાં એકથી બે પહાડી વાનગીનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેઓ અહીં વિશ્રામ કરશે.

વડાપ્રધાનના આગમનને લઇને કેદારનાથમાં 600થીવધુ જવાનોને તૈનાત કરાયા છે. પીએમ મોદી પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં ઘણી વખત કેદારનાથના દર્શન કરી ચુક્યા છે.

Read Also

Related posts

અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?

Hardik Hingu

સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા, આઈફોન-14 પ્રો મેક્સને આપશે ટક્કર, જાણો ક્યો સ્માર્ટફોન છે વધુ શ્રેષ્ઠ?

Akib Chhipa

અદાણીને હિન્ડેનબર્ગનું ગ્રહણ લાગ્યું? / મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેનો તફાવત સમજો

Hardik Hingu
GSTV