GSTV
News World ટોપ સ્ટોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માલદિવ, કરી શકે છે આ મોટી જાહેરાત

modi gujarat visit

વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં બાદ નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પહેલી વિદેશયાત્રાએ માલદીવ પહોંચ્યા છે. જ્યાં તેઓ માલદીવ સંસદને સંબોધિત કરશે. ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. માલદીવની સરકારે સર્વોચ્ચ સન્માન નિશાન ઈજજુદ્દીનથી પીએમ મોદીને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. સંભાવના છે કે પીએમ મોદી પોતાની યાત્રા માટે માલદીવ માટે આર્થિક પેકેજ જાહેર કરી શકે છે.

વડાપ્રધાન મોદી પોતાની આ યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતો સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. આ યાત્રા ભારત અને માલદીવ વચ્ચે ઉચ્ચ સ્તરિય આદાન પ્રદાનમાં નવી ગતિને દર્શાવે છે. આ સિવાય PM મોદી 9 જુને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાના નિમંત્રણ પર ત્યાં જઇ રહ્યાં છે. મંત્રાલય પ્રમાણે માલદીવ અને શ્રીલંકાની વડાપ્રધાન મોદીની યાત્રા પ્રથમ પાડોશી નીતિ અને સાગર સિદ્ધાંત પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.

ભારતનો લગભગ 97 ટકા આંતરરાષ્ટ્રીય વેપાર હિન્દ મહાસાગર મારફતે જ થાય છે. આથી આ માર્ગ સુરક્ષિત રહે અને પોતાનો દબદબો જળવાઇ રહે તે માટે ભારતના માલદીવ સાથે ઉષ્માભર્યા સંબંધો ખૂબ જ જરૂરી છે. ચીને એન્ટી પાયરસી અભિયાનના નામે 10 વર્ષ પહેલા હિંદ મહાસાગરમાં એડનની ખાડી સુધી પોતાના યુદ્ધજહાજ મોકલવાનું શરૂ કર્યું હતું. માલદીવના સમુદ્રીકિનારાઓ નૌસેનાના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી ભારત અને ચીન બંને દેશો ઇચ્છે છે કે આ વિસ્તાર નૌસેનાની રણનીતિની દ્રષ્ટિએ પોતાના દાયરામાં જ રહે.

READ ALSO

Related posts

વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી

pratikshah

BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ

Kaushal Pancholi

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
GSTV