GSTV
Bollywood Entertainment Trending

પ્લાસ્ટિક ફ્રિ થયો વરૂણ-સારાની ફિલ્મ Coolie No. 1નો સેટ, પીએમ મોદીએ પણ કર્યા વખણ… જાણો શું કહ્યું

સારા અલી ખાન અને વરૂણ ધવનની આવનારી ફિલ્મ ‘કુલી નં 1’ બોલિવુડની એવી પહેલી ફિલ્મ બનશે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફિલ્મના મેકર્સ સહિત આખી ટીમના વખાણ કર્યા છે.

એક સપ્ટેમ્બરે વરૂણ ધવને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ફિલ્મના સેટને પ્લાસ્ટિક ફ્રી કરવાની વાત જણાવી હતી. આજે પીએમ મોદીએ તેજ ટ્વીટને કોટ કરતા ટીમના વખાણ કર્યા. પીએમએ જણાવ્યું કે તેમને એમ જોઈને ખુબ સારુ લાગી રહ્યું છે કે એન્ટરટેનમેન્ટ જગતના લોકો પણ દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

ફિલ્મના પ્રોડ્યુસર દીપશિખા દેશમુખે કહ્યું- કુલી નં 1માં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એક નાનો પ્રયત્ન છે અને અમને આશા છે કે આ પ્લાસ્ટિકથી થનારા પ્રદુષણને માત આપવા માટે અન્યને પ્રેરિત કરશે. તેમણે તેને સંભવ નાવવા માટે ‘કુલી નં-1’ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

વરૂણે આ નિર્ણય માટે નિર્માતાનો આભાર દર્શાવ્યો અને પોતાના સહયોગિઓને પણ આમ કરવાનું અનુરોધ કર્યુ. તેમણે ટ્વીટ કર્યું. ‘કુલી નં. 1નો સેટ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હની ભગનાની અને જેકી ભગનાનીનો ધન્યવાદ.’

Read Also

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV