GSTV
Home » News » PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા. તેઓ 9 ઓગસ્ટથી એઈમ્સમાં ભરતી હતી. જે બાદ12-07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, પરિવાર સાથે કરી ટેલિફોન પર કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ દુખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. જેટલીના પરિવારે પીએમ મોદીને પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ પર જણાવ્યુ કે, એક પ્રખર નેતાએ દેશના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ. જેટલી બંધારણ અને ઇતિહાસના સારા જાણકાર હતા. આજે આપણે એક મહાન નેતાને ગુમાવ્યા છે.

ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ કે, અરૂણ જેટલીના નિધનથી હુ અત્યંત દુખી છુ. જેટલીની વિદાય મારા માટે વ્યક્તિત નુકસાન છે. અમે સંગઠનના વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે. આ ઉપરાંત મે સંગઠનનના એક વરિષ્ઠ નેતાને પણ ગુમાવ્યા છે.

રાજનાથસિંહે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ કે, અરૂણ જેટલીએ હમેશા દેશની સેવા કરી અને તેઓ સરકાર અને પાર્ટી માટે એક સંપત્તિ હતા. જેટલીએ હમેશા દેશની અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર કાઢી હતી. જેથી તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

ઉપ રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યુ

પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ ઉપ રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે જણાવ્યુ કે, જેટલીના નિધનથી હું દુઃખી થયો છું. તેમણે પોતાના રાજકીય સફરમાં અનેક મહત્વની જવાબદારી સંભાળી હતી. તેમણે અટલ અને મોદી સરકારમાં મહત્વના પોર્ટફોલિયોમાં કામ કર્યુ. આજે જેટલીના નિધનથી ભાજપને મોટી ખોટ થઈ છે.

Read Also

Related posts

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!