GSTV
Home » News » ભારે જનમેદની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીપમાં કર્યો મતાધિકારનો ઉપયોગ

ભારે જનમેદની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીપમાં કર્યો મતાધિકારનો ઉપયોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન શાળા ખાતેથી મતદાન કર્યું હતું. ગઈ કાલે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે તેમણે ઉતારો કર્યો હતો. જે પછી માતા હિરાબાના આશિર્વાદ લઈ તેમણે રાણીપમાં મતદાન કર્યું હતું.

હિરબાને પુત્ર મોદીએ શ્રીફળ અને ચુંદડી આપી હતી. એ પછી મતદાન મથકે તેઓ પહોંચ્યા હતા. જ્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. આ વચ્ચે પ્રધાનમંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરતા પહેલા પોતાની માતાના આશિર્વાદ લીધા છે. માતા હીરાબાએ મોદીને લાપસી ખવડાવી હતી. સાથે જ  પાવાગઢના માતાજીની પ્રસાદીની ચૂંદડી પણ આપી હતી.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરતા પહેલા પોતાની માતાના આશિર્વાદ લીધા છે. મતદાન કરવા માટે ગઈકાલે રાતથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને રાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે તેઓ રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝમાં રહેતા તેમના ભાઈને ત્યાં પહોંચ્યા હતા.તેમજ પોતાની માતાના આશિર્વાદ લીધા હતા.

પીએમ મોદીએ માતા સાથે અંદાજે 20 મિનિટ કરતા વધુ સમય મુલાકાત કર્યા બાદ બહાર નીકળીને સોસાયટીવાસીઓ સાથે ટૂંકી મુલાકાત કરી હતી. જે બાદ તેઓ સોસાયટીના દરવાજા સુધી ચાલતા આવ્યા હતા.

Read Also

Related posts

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

લોકસભાનો જંગ: મોદી ત્સુનામીનો શિકાર થયા આ પાંચ દિગ્ગજ નેતા

Riyaz Parmar

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!