GSTV
India News ટોપ સ્ટોરી

74માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદી દેશવાસીઓને કરી રહ્યા છે સંબોધન

Corona

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. ત્યારે પીએમ મોદીએ સતત સાતમીવાર લાલ કિલ્લા પરથી રંગીન સાફા સાથે તિરંગાને લહેરાવ્યો હતો. તિરંગો લહેરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે,

કોરોના વાયરસ સંકટ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પર 74 મા સ્વાતંત્ર્ય દિન પર તિરંગો લહેરાવ્યો હતો. હવે તેઓ આ પ્રતિષ્ઠિત સ્મારકથી રાષ્ટ્રના નામ સંબોધન કરી રહ્યાં છે. સ્વતંત્રતા દિવસ માટે સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોનાને લઈને પણ ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન ભાષણ સમાપ્ત થયા પછી રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ રાષ્ટ્રગીત ગાશે. તમામ ઉપસ્થિત લોકોને તેમની જગ્યાએ ઉભા રહીને રાષ્ટ્રગીત ગાવા અને ભાગ લેવા અનુરોધ કરવામાં આવશે.

મારા પ્રિય દેશવાસીઓ, આ શુભ પ્રસંગે, આપ સૌને અભિનંદન અને શુભેચ્છાઓ.

કોરોનાના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મની ભાવના સાથે આપણા ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ, સફાઇ કામદારો, પોલીસકર્મીઓ, સર્વિસમેન, ઘણા લોકો તેમના જીવનની ચિંતા કર્યા વિના, સતત ચોવીસ કલાક કામ કરે છે.

આઝાદી જીતનારા ભારતીયોને શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી આઝાદી જીતનારા તમામ ભારતીયોના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી, જેઓ આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોનો સામનો કરી રહેલા દેશના કેટલાક ભાગો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ આ સમયની જરૂરિયાતમાં નાગરિકોની સાથે છે.પીએમએ કહ્યું કે આવતા વર્ષે આપણે આપણી આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરીશું. એક મોટો ઉત્સવ આપણી સામે છે.

પીએમ મોદીએ કહ્યુ આખરે ક્યાં સુધી દેશમાંથી ગયેલો કાચો માલ સંપૂર્ણ ઉત્પાદન બનીને ભારત આવતું રહેશે. પીએમ મોદીએ એ પણ કહ્યું કે વિસ્તારવાડની વિચારધારાએ માત્ર કેટલાંક દેશોને જ ગુલામ નથી બનાવ્યા, વાત હી જ પુરી નથી થતી, ભયાનક યુદ્ધની ભયાનકતા વચ્ચે ભારતે આઝાદીની જંગમાં કમી અને નામી નહિ આવવા દીધી.

 • કોરોનાની મહામારીની સાથે તોફાન અને પૂરની સ્થિતનો પણ દેશે સામનો કર્યો
 • દેશ સામે અનેક મુશ્કેલી આવી છતાં દેશ આગળ વધતો રહ્યો
 • દેશના 80 કરોડ લોકોને મફત અનાજ મળ્યું
 • વોકલ ફોર લોકલ હવે આપણી માનસિકતા બને
 • દેશના ગરીબો માટે કામ કરવામાં આવ્યું
 • કોરોના કાળમાં પણ દુનિયાનો ભારત પર વિશ્વાસ
 • મેક ફોર વર્લ્ડ પર હવે આપણે ધ્યાન આપવાનું છે
 • આજે વિદેશી રોકાણનો રેકોર્ડ બન્યો
 • ગરીબો માટે શહેરમાં આવાસ યોજના
 • ગરીબોને તેમના બેન્ક ખાતામાં સીધા નાણા મળ્યા
 • દેશના 110 જિલ્લાબે આગળ લઇ જવા પ્રયાસ કરવામાં આવ્યા
 • ખેડૂતોની આવક વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું
 • અન્નદાતા ઉર્જાદાતા બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યા
 • ખેડૂતો માટે રૂ 1 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
 • આત્મનિર્ભર બનવા વિકાસનું સંતુલન જરૂરી છે : પીએમ મોદી
 • એક દિવસમાં એક લાખથી વધુ ઘરમાં પાણી પહોંચાડવા કામગીરી કરવામાં આવી
 • સરકારે માધ્યમ વર્ગના લોકો માટે કામ કર્યું
 • માધ્યમ વર્ગનું પહેલું સપનું પોતાનું ઘર હોય છે.
 • ખેડૂતો પોતાની શરત પર અનાજ વેચી શકશે
 • દેશને નવી શિક્ષણ નીતિ મળી
 • નવી શિક્ષણ નીતિના કારણે દેશને આગળ વધવા તાકાત મળશે.
 • ગામના લોકોને પણ ઓનલાઇન સુવિધાઓની જરૂરિયાત વધી
 • તમામ 6 લાખ ગામમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક પહોંચાડવામાં આવશે
 • 1 હજાર દિવસમાં દેશના 6 લાખ વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાયબરનું કામ પૂર્ણ કરવામાં આવશે
 • ટૂંક સમયમાં નવી સાયબર નીતિ રજુ કરવામાં આવશે
 • સાયબર સુકયોરીટીમાં બધાએ સાથે મળીને કામ કરવું પડશે
 • મહિલાઓને સમાન રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે
 • દેશની મહિલાઓ કોલસાની ખાનમાં કામ કરે છે તો ફાઈટર પ્લેન પણ ઉડાવે છે
 • ગર્ભવતી મહિલાઓને પગારની સાથે 6 મહિનાની રજા પણ આપવામાં આવે છે
 • 40 કરો જનધન ખાતા માંથી 22 કરોડ બહેનોના ખાતા છે
 • 25 કરોડ માંથી 70 ટાકા મુદ્રા લોન લેનાર મહિલાઓ છે
 • ટ્રિપલ તલાક માંથી મહિલાઓએ મુક્તિ મળી
 • દેશની સેનામાં મહિલાઓને સ્થાન મળ્યું
 • દેશની દીકરીઓ ફાઈટર પ્લેનમાં આકાશને આંબે છે
 • સરકારી યોજનાઓમાં મહિલાઓને પ્રાધાન્ય
 • આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અમલમાં આવશે
 • દેશના તમામ લોકોને હેલ્થ આઈડી આપવામાં આવશે
 • આરોગ્ય અંગેની તમામ જાણકારી હેલ્થ આઈડીમાં હશે
 • કોરોનાની રાશિને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન
 • દેશમાં કોરોનાની ત્રણ રાશિના ત્રણ અલગ-અલગ સ્ટેજ
 • કોરોના વાયરસના ટેસ્ટ માટે દેશમાં 1400 લેબોરેટરીઓ
 • દરેક ભારતીય પાસે રસી કઈ રીતે પહોંચે તેની રૂપરેખા તૈયાર છે
 • દેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી માટે પરિશ્રમ કરી રહ્યા છે.
 • જમ્મુ કાશ્મીરનો એક વર્ષમાં વિકાસ થયો
 • જમ્મુ કાશ્મીરમાં વિકાસનો નવો યુગ
 • જમ્મુ કાશ્મીરમાં મહિલાઓને મૂળભૂત અધિકારો મળ્યા
 • લદાખ વિકાસના નવા શિખર તરફ આગળ વધ્યું
 • લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ પૂર્ણ
 • આયુષ્યમાન યોજના જમ્મુ કાશ્મીરમાં યોગ્ય રીતે અમલમાં
 • લદાખમાં નવી સેન્ટ્રલ યુનિવર્સીટી બની રહી છે.
 • વીર જવાનોએ દુશ્મનોને તેની જ ભાષામાં જવાબ આપ્યો
 • જેમને દેશ પર આંખ ઉઠાવી તેને તેનીજ ભાષામાં જવાબ મળ્યો
 • વીર જવાનોને લાલ કિલ્લા પરથી નમન
 • દેશના જવાનોની તાકાત દુનિયાએ લદાખમાં જોઈ
 • ભારત આતંકવાદ કે વિસ્તારવાદનો સામનો કરવા સમર્થ
 • શાંતિ અને સૌહાર્દ માનવતા માટે કામ આવશે
 • ભારતના શાંતિ સાથે સેનાને મજબૂત કર્વના પ્રયાસ
 • આજે પાડોશી એ નથી જેમની સાથે આપણી સીમા મળે પાડોશી એ પણ છે જેમની સાથે દિલ મળ્યા છે
 • પ્રદુષણ વિરુદ્ધ ભારત જાગૃત અને સક્રિય છે

પીએમએ કહ્યું કે ગુલામીનો આવો કોઈ સમય નહોતો જ્યારે ભારતના કોઈ પણ ખૂણામાં આઝાદી મેળવવાનો પ્રયાસ ન હતો, પ્રાણ-અર્પણ ન થયા હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે સ્વતંત્ર ભારતમાં આજે જે શ્વાસ લઈ રહ્યા છીએ તે પાછળ માતા ભારતીના લાખો પુત્રો અને પુત્રીઓનો બલિદાન, અને માતા ભારતીને આઝાદ કરવાનું સમર્પણ છે. આજે આ તમામ સ્વાતંત્ર સેનાનીઓ, બહાદુર શહીદોને નમન કરવાનો પર્વ છે.

Related posts

BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા

pratikshah

પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને

Binas Saiyed

જળ આંદોલન! બનાસકાંઠાના 125 ગામડાઓના 25 હજાર ખેડૂતોની મહારેલી, પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે

pratikshah
GSTV