GSTV

સાંજે 6 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી, ટ્વિટ કરીને આપી જાણકારી

પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદી આજે સાંજે 6 કલાકે રાષ્ટ્રના નામે સંદેશ આપશે. ઉલ્લેખનીય છે કે ઘાતક કોરોના વાયરસના સંક્ટ વચ્ચે પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર બપોરે પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. ટ્વિટમાં જણાવ્યું છે કે આજ શામ 6 બજે રાષ્ટ્ર કે નામ સંદેશ દૂંગા| આપ જરૂર જુડેં

મંગળવાર બપોરે પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત યથઆવત છે. ત્યારે પીએમ લોકોને સતત નિયમો પાલન કરવાની અપીલ કરતા આવ્યા છે. નોઁધનીય છે કે પીએમ મોદીની તરફથી મંત્ર આપવામાં આવ્યો છે, કે જ્યાંસુધી દવાઈ નહી- ત્યાં સુધી ઢીલાઈ નહી.

જ્યાંસુધી દવાઈ નહી- ત્યાં સુધી ઢીલાઈ નહી

મહત્વપૂર્ણ છે કે દેશમાં તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં તહેવારો આવે છે, આવી સ્થિતિમાં સરકાર ફરી એકવાર કડક વલણ અપનાવી રહી છે. તાજેતરમાં, કોરોના કેસમાં ઘટાડો થયો હોવા છતાં, તહેવારને કારણે બજારોમાં ભીડ થઈ શકે છે, જેમાં સરકાર સાવચેતી રાખવા સતત લોકોને અપીલ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રનું અનેક વખત સંબોધન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ જનતા કરફ્યુ, 21 દિવસનું લોકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીવો પ્રગટાવવાની અપીલ કરતી વખતે પણ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. . આ સિવાય પીએમ મોદીએ કોરોના કાળ વચ્ચે ઘણી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. નોંધનીય છે કે પીએમે દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પર બેઠક યોજી હતી.

READ ALSO

Related posts

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!