GSTV

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા PM મોદી બોલ્યા આમના ચક્કરમાં ના પડે ખેડૂતો, જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે વિપક્ષ

Last Updated on September 18, 2020 by pratik shah

બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નવી યોજનાઓની સોગાત આપવાની શરૂઆત કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આજ ક્રમમાં શુક્રવારે પીએમ મોદીએ મિથિલાંચલને જોડવાવાળો કોસી રેલ મહાસેતુનં ઉદ્ધાટન કર્યું હતું. આ દરમ્યાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એપણ જણાવ્યું હતું કે રેલ્વે કનેક્ટીવિટી ક્ષેત્રમાં આજે ઈતિહાસ રચ્યો છે. નોંધપાત્ર છે કે આ પ્રોજેક્ટસ દ્વારા બિહારની સાથે સાથે પ.બંગાળ અને પૂર્વ ભારતને તેનો લાભ મળશે.

કેન્દ્ર સરકારે નવી યોજનાઓની સોગાત આપવાની શરૂઆત કરી નાખી

આ પ્રોજેક્ટસ દ્વારા બિહારની સાથે સાથે પ.બંગાળ અને પૂર્વ ભારતને તેનો લાભ મળશે

કૃષિ બિલ મામલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પીએમ મોદીએ આ મામલે જણાવ્યું કે ગત રોજ લોકસભામાં ખેડૂતો માટેનું એક બિલ પાસ થયું છે. જેમાં ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્તિ મળશે. પીએમે એમ પણ જણાવ્યું કે ખેડૂતોને ઘણી છૂટ-છાટ મળશે, વચેટીયાઓથી છુટકારો મળશે. ત્યારે બીજી તરફ જે લોકો એ ભારત પર વર્ષો સુધી રાજ કર્યું છે તે જ લોકો હવે આ ખરડો (બિલ)નો વિરોધ કરી રહ્યા છે. અને ખેડૂતોને જૂઠ્ઠાણું કહી રહ્યા છે. પીએમે વધુ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે જે લોકોએ સત્તા ચલાવી અને તેમના ચૂંટણી ઢંઢેરામાં આ બિલ શામેલ પણ કર્યું હતું, નોંધનીય છે કે હવે રાજનીતિ કરી રહ્યા છે.

પીએમ મોદીએ અત્યંત આક્રમતાથી કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે એ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે MSP નહીં મળે, સરકાર ધાન નહીં ખરીદે, આ જૂઠ્ઠાણું છે અને ખેડૂતોને છેતરવાની વાતો છે. પીએમએ આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે MSP દ્વારા ખેડૂતોને વાજબી ભાવો મળવાનું યથાવત રહેશે. પીએમ મોદીએ કહ્યું કે નીતીશ કુમાર પણ અહીં છે અને તેમણે આ બિલને ટેકો આપ્યો છે. નીતિશ જી બિહારમાંથી આ કાયદો હટાવી ચૂક્યા છે, હવે દેશ તેને આગળ ધપાવી રહ્યો છે.

MSP દ્વારા ખેડૂતોને વાજબી ભાવો મળવાનું યથાવત રહેશે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રની નવી યોજનાઓ દ્વારા ખેડૂતના ખાતામાં એક લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી યોજનાઓને પણ પૂર્ણ કરવામાં આવી છે. સિંચાઈ માટે અલગ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ખેડૂતોને આહ્વાન કરતા જણાવ્યું કે આમના ચક્કરમાં ના પડે અને સતર્ક રહે, આ લોકો ખેડૂતોની રક્ષાનો ઢંઢેરો વગાડી રહ્યા છે. પરંતુ વચેટીયાઓનો સાથ આપી રહ્યા છે.

READ ALSO

Related posts

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય / ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીઓને મોટી રાહત, અપાઇ આ છૂટછાટ

Dhruv Brahmbhatt

IND vs NZ: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, એક સાથે આ 3 સ્ટાર ખેલાડીઓ પ્લેઇંગ 11માંથી બહાર

Bansari

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!