GSTV
Home » News » Live: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્શ

Live: PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, આ મહિલાના ચરણ કર્યા સ્પર્શ

pm modi DM office

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી ઉમેદવારી માટે ડીએમ ઓફિસ પહોંચી ગયા છે. પીએમ મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતા પણ હાજર છે. પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલના પગે આશિર્વાદ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસીથી ફરી એક વખત ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ સાથે જ પીએમ મોદીની સાથે ચાર પ્રસ્તાવક ઉપસ્થિત રહ્યા.ચાર પ્રસ્તાવકોમાં વારાણસીમાં અગ્નિ સંસ્કાર કરનારાઓના પ્રમુખ જગદીશ ચૌધરી, મદન મોહન માલવિયાના માનેલાદિકરી અન્નપૂર્ણા શુક્લાનો સમાવેશ થતો હતો. પીએમ મોદી તેમને ઉમેદવારી પત્ર ભરતા પહેલા પગે લાગ્યા હતા. આ સિવાય કૃષિ વૈજ્ઞાનિક રામશંકર પટેલ અને સંઘ કાર્યકર્તા સુભાષ ગુપ્તા સામેલ રહ્યા.

ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ઓફિસમાં પીએમ મોદીએ મહિલા પ્રસ્તાવકના ચરણ સ્પર્શ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જે મહિલાના ચરણ સ્પર્શ કર્યા તે પાણિનિ કન્યા મહાવિધ્યલયના આચાર્ય અન્નપૂર્ણા શુક્લા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા એનડીએના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એનડીએના નેતાઓ સવારથી બનારસ પહોંચી ગયા હતા અને પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા નરેન્દ્ર મોદીએ તેમની સાથે સમય પણ વિતાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાશીના કોટવાલ ગણાતા કાળભૈરવના મંદિરે પહોંચ્યા હતા. બાબા કાળભૈરવ કાશીના રક્ષક મનાય છે અને બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ કાળ ભૈરવના દર્શન ન કરતો તો આપના દર્શન પૂરા ગાણાતા નથી. શાસ્ત્રોના મતે ભગવાન શિવે કાળભૈરવના સ્વરૂપે પ્રગટ થયા હતા. પીએમ મોદી જ્યારે કાશીની ગલીઓ ફરતા ફરતા કાળભૈરવ મંદિરે પહોચ્યા અને મંદિરથી પરત ફરતા હતા. તે સમયે બનારસવાસીઓ તેમના પર પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. તો મોદીએ પણ લોકોનું અભિવાદન ઝિલ્યુ હતુ.

કેટલીક લોકકથાઓના મતે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને લઈને વિવાદ થયો હતો. જે બાદ તમામ દેવો શિવ પાસે ગયા હતા. કેટલીક બાબતોને લઈને બ્રહ્માજી ભગવાન શિવને અપશબ્દ કહેવા લાગ્યા હતા. જે બાદ ભગવાન શિવને ગુસ્સો આવ્યો હતો. ભગવાન શિવના ગુસ્સાથી કાળભૈરવજી પ્રગટ થયા હતા અને તેમણે બ્રહ્માજીનું માથુ વાઢી નાખ્યુ હતુ જે બાદ બ્રહ્માજી ચતુર્ભૂજ સ્વરૂપે થઈ ગયા.

ગઈકાલે કરેલા રોડ શૉ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીના ભાષણ પહેલા કાર્યકર્તાઓ દ્રારા મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓની કામગીરી વિશે કહ્યું કે, મને પણ દિવાલ પર પોસ્ટર ચોંડાટવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ બુથનો કાર્યકર રહ્યો છું.

તેમણે ગઈકાલે કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવેલી મહેનતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાં ઉત્સાહનો માહોલ હોવાની વાત કહી તેમણે કહ્યું કે દેશના લોકો કહી રહ્યા છે કે, ફિર એક બાર મોદી સરકાર.

હું પૂરા દેશની ચૂંટણી જોઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, ચૂંટણી દેશની જનતા લડી રહી છે. દેશની જનતા પાંચ વર્ષના અનુભવના આધારે અનેક આશા, અપેક્ષા લઈને આપણી સાથે જોડાઈ ચૂકી છે. જે ખૂબ મોટું સૌભાગ્ય છે. દેશના રાજનૈતિક ચરિત્રને બદલી દીધું છે. જનતા સરકાર બનાવે છે બનાવવું જનતાના હાથમાં છે, ચલાવવું અમારી જવાબદારી છે અને આપણે ઈમાનદારીથી એ જવાબદારી નિભાવી.

તેમણે પાર્ટી અને કાર્યકર્તાની વાત કરી કહ્યું કે, મેં કોઈ દિવસ બહાનેબાજી નથી કરી કે હું પ્રધાનમંત્રી છું. પાંચ વર્ષમાં એક કાર્યકર્તાના રૂપે હિસાબ આપુ છું. પાર્ટીએ મારી પાસે સમય માગ્યો અને એક વખત પણ મેં ના નથી પાડી.

કાશીમાં કાર્યકર્તાઓને PM મોદીએ કહ્યું- ભારત માતા માટે આપણે ગોવાળા જેવા

તેમણે ભગવાન કૃષ્ણ, રામ અને શિવાજીનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, આજે પાર્ટી મોટી છે તેનું કારણ વર્તમાન પત્ર કે ટીવી સ્ક્રિન પર મોટા દેખાયા છે એ નથી. આપણે નાના નાના કાર્યકર્તાઓ છીએ. જેવી રીતે કૃષ્ણ પાસે ગોવાળો હતા, રામની પાસે વાનર સેના હતી, જેવી રીતે છત્રપતિ શિવાજી પાસે ખેડૂતો હતા, તેવી રીતે ભારત માતાના આપણે નાના નાના સૈનિકો છીએ.

તેમણે લોકતંત્રની વાત કરી કહ્યું કે, મોદી વધારે મતથી જીતે કે ન જીતે તે મુદ્દો નથી. મને રસ છે લોકતંત્ર જીતવું જોઈએ.
મે મહિનાની 40 ડિગ્રી ગરમીમાં બતાવી દેવું છે કે મતદાનના જૂના તમામ રેકોર્ડો તોડી દેશો. તેમણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, હું જે ગુજરાતમાં ન કરી શક્યો તે હું અહીં કરવા માગું છું કે, પુરૂષો કરતાં મહિલાઓનું મતદાન 5 ટકા વધારે થાય.

બનારસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા અમિત શાહે એનડીએના નેતાઓ સાથે બેઠક કરી છે. વારાણસી ખાતે હોટલ તાજમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો સાથે બેઠક કરી હતી.

આ સમયે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે એનડીએના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. તો અમિત શાહે ગઈકાલથી કાશીમાં ધામા નાખ્યા છે.

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!