GSTV
Gujarat Government Advertisement

આવતીકાલે PM મોદી સોરઠનાં પ્રવાસે, સભા સ્થળે તડામાર તૈયારીઓને આખરી ઓપ

modi

Last Updated on April 9, 2019 by Alap Ramani

લોકસભા ચૂંટણી-2019 આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આવતીકાલ તારીખ 10 એપ્રિલથી સમસ્ત ગુજરાતમાં નેતાઓની આવ-જા રહેશે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે. દરેક રાજકિય પક્ષો અને તેનાં નેતાઓ 45 ડિગ્રી ગરમીમાં પણ ગામડાઓમાં સભાઓ ગજવી રહ્યા છે. દેશનાં વડાપ્રધાન અને ભાજપનાં સર્વેસર્વા નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થતા ભાજપને ફાયદો મળે તે હેતૂથી પીએમ મોદી આવતી કાલે જુનાગઢમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.

લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂકાઈ ગયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં સભા ગજવશે. સભાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સીટીમાં સભા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજીના કમાન્ડો તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ દ્વારા ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે.  કૃષિ યુનિવર્સિટીમાં સભામંડપમાં હાલ ૪૦ હજારથી વધુ લોકોનો સમાવેશ થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

READ ALSO 

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!