GSTV

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Last Updated on September 22, 2021 by Zainul Ansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દિવસની અમેરિકાની યાત્રા માટે રવાના થયા હતા. યાત્રાની શરૂઆત કરતા પહેલા જ પીએમ મોદીએ પોતે યાત્રા અંગે ટ્વીટ કર્યુ હતુ. પીએમ મોદીની અમેરિકા યાત્રા સાથે જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થવા લાગ્યા. કોઈ કહે છે પીએમ દેશ સાથે જૂઠુ બોલી રહ્યા છે તો અમુક લોકોએ અમેરિકાની નીતિઓ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું . ચાલો જાણીએ કે આખરે મુદ્દો શું છે?

પ્રશ્નો

પીએમ મોદીએ કરી અમેરિકાની યાત્રા :

રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ૧ માર્ચથી શરૂ થયો હતો. ત્યારે પીએમ મોદી વહેલી સવારે એઈમ્સ પહોંચ્યા હતા અને ભારત બાયોટેકની સ્વદેશી કો-વેક્સીન લગાવી હતી. હવે પ્રશ્ન એવા ઉઠ્યા છે કે, યુ.એસ. દ્વારા કો-વેક્સીનને માન્યતા આપવામાં આવી નથી તો પછી કો-વેક્સીન લગાવેલા પીએમ મોદીને તે અમેરિકામાં કેવી રીતે આવવા દે છે?

સોશિયલ મીડિયા પર ઉઠ્યો પ્રશ્નોનો વંટોળ :

સોશિયલ મીડિયા પર હાલ વેક્સીન અને અમેરિકા યાત્રા બાબતે પ્રશ્નોનું પૂર આવ્યું છે. પીએમ મોદીની અમેરિકા જવાની સાથે જ એવો પ્રશ્ન ઉઠ્યો કે શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે? અરમાન નામના યુઝરે પોતાના બાયોમાં કોંગ્રેસના કાર્યકર લખ્યું છે અને તેમણે ટ્વીટ કર્યું હતું કે, શું પીએમ મોદીએ ખરેખર કો-વેક્સીન જ લીધી છે? અમેરિકાએ ફક્ત તે લોકોને દેશમાં આવવાની મંજૂરી આપી છે જેણે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માન્યતા મળેલી રસી લગાવેલી હોય. મોદી અમેરિકાની યાત્રા તો જ કરી શકે જો તેમણે કોવિશિલ્ડ કે ફાઇઝર વેક્સીન લીધી હોય. શું મોદીએ ભારતને ફરીથી મૂર્ખ બનાવ્યું?

અમ્રેરિકાની નીતિ પર ઉઠ્યા પ્રશ્નો :

રિયા નામના અન્ય એક યુઝરે સવાલ કરીને લખ્યું છે કે, “મને આશ્ચર્ય થાય છે કે શું પીએમ મોદીએ કોવેક્સિન નથી લીધી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ટેગ કરવામાં આવ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે, શું આ અમેરિકાની ભેદભાવપૂર્ણ નીતિ છે. જો પીએમ મોદી રસી લઈને અમેરિકામાં પ્રવેશ કરી શકે છે, તો બાકીના ભારતીયો કેમ નહીં? આવા ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ યુ.એસ. પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ અમેરિકાની ભેદભાવપૂર્ણ નીતિ છે.

25 સપ્ટેમ્બરના રોજ યુએન સભાને કર્યુ સંબોધન :

વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ માહિતી આપી હતી કે, પીએમ મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતી વખતે સુધારાઓ વિશે સ્પષ્ટ રીતે બોલી શકે છે. ભારત આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે તે યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને જરૂરી ફેરફારો કરવા અંગેના વલણ અપનાવી શકે છે. પ્રધાનમંત્રી અફઘાનિસ્તાન-પાકિસ્તાન ગઠબંધન સાથે સંબંધિત ચિંતાઓ પર પણ વાત કરશે. ભારતે કહ્યું છે કે, અમારા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેના જોડાણની અસર કવાડ દેશો પર નહીં થાય. આ નવા જોડાણને ‘ઓકસ’ નામ આપવામાં આવ્યું છે.

Read Also

Related posts

ફાયદાની વાત / હવે PPFમાં પૈસા જમા કરાવતા પહેલાં ફોલો કરો આ ટ્રિકને, તમે પણ બની જશો કરોડપતિ

Dhruv Brahmbhatt

કરવાચોથ વ્રત / પતિની લાંબી ઉમર માટે સ્ત્રીઓ રાખે છે આ વ્રત, જાણો આ વ્રતની ધાર્મિક વિધિ અને તેનુ મહત્વ

Zainul Ansari

અગત્યનું / PM મોદીએ લીધી કોરોના રસી બનાવનાર કંપનીના નિર્માતાઓની મુલાકાત, ભવિષ્યની જરૂરિયાતો પર કરી ગંભીર ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!